Not Set/ અંતિમવિધિ માટે શબપેટી ખોલતાંની સાથે જ પરિવારના સભ્યોના હોશ ઉડી ગયા…

બિકાનેરના સીતારામ પુરોહિત ઘણા લાંબા સમયથી મુંબઇમાં રહેતા હતા અને અહીં તેમનું મોત નીપજ્યું હતું. તેના અંતિમ સંસ્કાર માટે, પરિવારે કુરિયર કંપનીમાંથી તેનો મૃતદેહ બુક કરાવી બીકાનેર મોકલ્યો હતો. પરંતુ જ્યારે પરિવારે શબપેટી ખોલી તો પરિવાર ના સભ્યોના હોશ ઊડી ગયા હતા. શબપેટીમથી પરિવારને બીજા જ કોપી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. કુરિયર કંપનીની મોટી […]

Top Stories
offine અંતિમવિધિ માટે શબપેટી ખોલતાંની સાથે જ પરિવારના સભ્યોના હોશ ઉડી ગયા...

બિકાનેરના સીતારામ પુરોહિત ઘણા લાંબા સમયથી મુંબઇમાં રહેતા હતા અને અહીં તેમનું મોત નીપજ્યું હતું. તેના અંતિમ સંસ્કાર માટે, પરિવારે કુરિયર કંપનીમાંથી તેનો મૃતદેહ બુક કરાવી બીકાનેર મોકલ્યો હતો. પરંતુ જ્યારે પરિવારે શબપેટી ખોલી તો પરિવાર ના સભ્યોના હોશ ઊડી ગયા હતા. શબપેટીમથી પરિવારને બીજા જ કોપી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

કુરિયર કંપનીની મોટી ભૂલ

કુરિયર કંપનીની ખામીને કારણે મૃતદેહ ઓડિશાની જગ્યાએ બીકાનેર પહોંચ્યો હતો. કુરિયર કંપનીમાંથી બિકાનેર મોકલવા લાશ બુક કરાવી હતી.

રાજસ્થાનના બીકાનેરના શ્રી ડુંગરગઢમાં ગુરુવારે અંતિમ સંસ્કાર માટે કુરિયર કંપનીમાંથી આવેલી શબપેટી  ખોલતાં પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. ખરેખર, આ શબપેટીમાં, અન્ય વ્યક્તિનું મૃતદેહ હતો.

પરિવાર જનો દ્વારા કુરિયર કંપનીને સંપર્ક કરવામાં આવતા  કંપનીએ પોતાની ભૂલ સ્વીકારી. કંપનીએ કહ્યું કે ખોટા સ્ટીકરને કારણે જે મૃતદેહની અદલાબદલી થઈ છે. આપના પરિજનનો મૃતદેહ ભૂલ થી ઓડિશા પોહચી ગયો છે, અને ઓડિશનું શબ તમારા ઘરે આવી ગયું છે.

શબપેટી પર ખોટો સ્ટીકર

બિકાનેરના સીતારામ પુરોહિત ઘણા લાંબા સમયથી મુંબઇમાં રહેતા હતા અને અહીં તેમનું મોત નીપજ્યું હતું. તેના અંતિમ સંસ્કાર માટે, પરિવારે કુરિયર કંપનીમાંથી તેમનો મૃતદેહ બુક કરાવી બીકાનેર મોકલ્યો હતો. પરંતુ જ્યારે તેણે શબપેટી ખોલી, ત્યારે તેણે તેમાં કોઈ બીજાનો મૃતદેહ જણાઈ આવ્યો હતો. આ ઘટના શબપેટી પર ખોટા સ્ટીકર લગાવવાને કારણે બની હતી. પરિવારોએ પોલીસને જાણ કરતાં અધિકારી સતાનારાયણ ગોદારાએ લાશને બિકાનેરની સરકારી હોસ્પિટલના મોર્ગમાં મૂકી દીધી હતી.

સીતારામ પુરોહિતના પરિવારજનોએ જણાવ્યું કે, તેમનો મૃતદેહ હવાઈ માર્ગે જયપુર એરપોર્ટ પહોંચ્યો હતો. મૃતદેહને ત્યાં એમ્બ્યુલન્સમાં મુકીને તે ડુંગરગઢ પહોંચ્યો, જ્યાં શબપેટ ખોલતાં જ કોઈ બીજાની લાશ બહાર આવી. મુંબઇ સ્થિત કુરિઅર કંપની ડેવિડ પિન્ટોનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે તેમની પાસે પોહચેલો મૃતદેહ ભુવનેશ્વરના પ્રકાશ કુમારનો છે, જે ભૂલથી ત્યાં આવી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.