ગુજરાત/ તહેવારો પૂર્ણ થતા જ રાજ્યમાં ફરી વધ્યો કોરોના, સૌરાષ્ટ્રમાં એક સાથે આટલાં કેસો સામે આવ્યા

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના ૨૯ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ આઠમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.

Gujarat
Untitled 122 તહેવારો પૂર્ણ થતા જ રાજ્યમાં ફરી વધ્યો કોરોના, સૌરાષ્ટ્રમાં એક સાથે આટલાં કેસો સામે આવ્યા

રાજયમાં હવે  દિવાળીના તહેવારો  પૂર્ણ થયા  છે ત્યારે  તહેવારો પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. સૌરાષ્ટ્રમાં એક સાથે કોરોનાના 11 કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. કોરોના સંક્રમણના રાજકોટ શહેરમાં 4 કેસ સામે આવ્યાં છે જ્યારે જૂનાગઢમાં 3 અને ગ્રામ્યમાં 2 કોરોના સંક્રમણનાં કેસો સામે આવ્યાં હતાં. લોકોની બેદરકારીના  કારણે કેસો માં સતત વધારો હોઈ તેવું જોવા મળી રહ્યું છે .

આ પણ વાંચો ;કોરોના અપડેટ્સ /  રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૯ કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના ૨૯ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ આઠમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. આ સાથે જ રાજ્યમાં ચારથી આઠ નવેમ્બર સુધી રાજ્યમાં કુલ ૧૦૮ નવા કેસ સામે આવી ચૂક્યાં છે.

આ પણ  વાંચો ;પ્રવાસ /  ગુજરાતના શ્રેષ્ઠ પર્યટન સ્થળો, જોઈને મન મોહી જશે…

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરત-જુનાગઢમાંથી સૌથી વધુ ૫, રાજકોટ-વલસાડમાંથી ૪, અમદાવાદ-વડોદરામાંથી ૩, ભાવનગર-સાબરકાંઠામાંથી ૨ અને આણંદમાંથી ૧ નવો કેસ નોંધાયો હતો. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૮,૨૬,૭૬૪ જ્યારે કુલ મરણાંક ૧૦,૦૯૦ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૧ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૬,૪૫૭ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૭૫% છે.