Building Collapse/ મુંબઈમાં ચોમાસુ આવતા જ બિલ્ડિંગ પડવાનું શરૂઃ વિલેપાર્લેમાં ઇમારત પડતા ત્રણના મોત

મુંબઈમાં વિલે પાર્લે વિસ્તારમાં નાણાવટી હોસ્પિટલ પાસે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. અકસ્માતમાં બેના મોત થયા હતા. આ અકસ્માતમાં ત્રણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.

Top Stories India
Building collapse મુંબઈમાં ચોમાસુ આવતા જ બિલ્ડિંગ પડવાનું શરૂઃ વિલેપાર્લેમાં ઇમારત પડતા ત્રણના મોત

મુંબઈઃ મુંબઈમાં વિલે પાર્લે વિસ્તારમાં નાણાવટી હોસ્પિટલ Building collapsed પાસે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. અકસ્માતમાં બેના મોત થયા હતા. આ અકસ્માતમાં ત્રણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. રવિવારે બપોરે સેન્ટ બ્રિસ રોડ પર બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. વહેલી સવારે ઘાટકોપર વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ, બે ફાયર એન્જિન, એક રિસ્પોન્સ વ્હીકલ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ પાંચ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ બેને મૃત જાહેર કર્યા હતા.

બેના મોત 
મૃતકોની ઓળખ પ્રિસિલા મિસોઇતા (65) અને રોબી મિસોઇતા (70) તરીકે થઈ છે. Building collapsed અન્ય ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ઘાટકોપર વિસ્તારમાં રવિવારે સવારે ત્રણ માળની રહેણાંક ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો અને તેના ત્રીજા માળેથી બે લોકોને બચાવી લેવાયા હતા.

ઘાટકોપરમાં પડી બિલ્ડિંગ
બે વ્યક્તિ હજુ પણ બિલ્ડિંગના પહેલા માળે ફસાયેલા છે Building collapsed અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. અધિકારીએ જણાવ્યું કે, શનિવારથી મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપનગરીય ઘાટકોપરમાં રાજાવાડી કોલોનીમાં ચિત્તરંજન નગર ખાતેની ઇમારતનો એક ભાગ સવારે 9.30 વાગ્યે ધરાશાયી થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેણે કહ્યું કે આ એક લેવલ વન ઘટના છે. મુંબઈમાં ચોમાસાના આગમન સાથે દર વખતે બિલ્ડિંગો પડવાના શરૂ થઈ જાય છે. મહાનગરપાલિકા નોટિસો ફટકારે જાય છે, પણ કાર્યવાહી થતી નથી અને ઘટનાઓ પણ સતત ઘટતી રહે છે બંધ થતી નથી.

આ પણ વાંચોઃ Guwahati High Court/ ગુવાહાટી હાઈકોર્ટનો મોટો નિર્ણય, 11 જુલાઈએ યોજાનારી ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી પર સ્ટે

આ પણ વાંચોઃ PM Modi-Egypt/ હવે ઇજિપ્તે વડાપ્રધાન મોદીને ઓર્ડર ઓફ નાઇલથી નવાજ્યાઃ અગાઉ 12 દેશો પણ કરી ચૂક્યા છે સન્માનિત

આ પણ વાંચોઃ PM Modi Egypt Visit/ રાષ્ટ્રપતિ સીસીને મળ્યા PM મોદી, અલ-હકીમ મસ્જિદ પહોંચ્યા, વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને પાઠવી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચોઃ Kedarnath Yatra 2023/ ઉત્તરાખંડમાં પહોંચ્યું ચોમાસું, ભારે વરસાદ, થંભી ગઈ કેદારનાથ યાત્રા

આ પણ વાંચોઃ PM કિસાન યોજના/ સરકારે ખેડૂતોને આપી વધુ એક સુવિધા, હવે આ મોબાઈલ એપ દ્વારા સરળતાથી થશે KYC