ટ્રોલ્સને જડબાતોડ જવાબ/ આશિષ વિદ્યાર્થી બીજા લગ્નને લઈને થયા ટ્રોલ, ગુસ્સામાં લાલ અભિનેતાએ કહ્યું- તો મરી જાવ?

ટ્રોલિંગથી પરેશાન આશિષ વિદ્યાર્થિએ ટ્રોલ કરનારાઓને જોરદાર જવાબ આપ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં આશિષે ઘણું બધું કહ્યું છે. તેમણે કહ્યું કે તેમને ‘બુડ્ઢા’ અને ‘ખુસટ’ જેવા ટેગ પણ આપવામાં આવી રહ્યા છે.

Trending Entertainment
આશિષ વિદ્યાર્થિ

બોલિવૂડના દમદાર અભિનેતા આશિષ વિદ્યાર્થિએ થોડા દિવસ પહેલા બધાને ચોંકાવી દીધા હતા. તેમણે 57 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. તેમના લગ્નની તસવીરો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. આશિષ તેમની નવી પત્ની સાથે તસવીરોમાં ઘણો ખુશ દેખાઈ રહ્યા હતા. આશિષના લગ્નની તસવીરો જોયા બાદ લોકોએ તેસને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ટ્રોલિંગથી અભિનેતા ખુબ જ નારાજ હતા અને હવે તેમણે આ મામલે મૌન તોડ્યું છે.

ટ્રોલિંગથી પરેશાન આશિષ વિદ્યાર્થિએ ટ્રોલ કરનારાઓને જોરદાર જવાબ આપ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં આશિષે ઘણું બધું કહ્યું છે. તેમણે કહ્યું કે તેમને ‘બુડ્ઢા’ અને ‘ખુસટ’ જેવા ટેગ પણ આપવામાં આવી રહ્યા છે. ઈન્ટરવ્યુમાં આશિષે કહ્યું, ‘મેં બુડ્ઢા, ખુસટ જેવા ઘણા ખરાબ શબ્દો વાંચ્યા છે, પરંતુ સૌથી મજાની વાત એ છે કે આ ટિપ્પણીઓ અમારા જેવા લોકો તરફથી આવી છે. જેઓ આ બધું કહી રહ્યા છે તેમને જણાવી દઈએ કે તેઓ પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. આમ કરીને તેઓ પોતાની જાતને ડરમાં ધકેલી રહ્યા છે, કારણ કે એક દિવસ બધાને વૃદ્ધ થવાનું છે.’

આશિષે કહ્યું- શું આ રીતે મરી જવું?

આ વિશે વધુ વાત કરતાં આશિષ વિદ્યાર્થીએ કહ્યું કે, ‘અમે આપણી જાતને કહીએ છીએ કે, ‘અરે સાંભળો, તમારી ઉંમર થઈ ગઈ હોવાથી આ કામ ન કરો.’ તો શું આનો મતલબ એવો થાય કે આપણે આ રીતે મરી જવું જોઈએ? કોઈને આગળ વધવું હોય તો કેમ નહીં?’

મિત્રતા બાદ તેમનો સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો

આપને જણાવી દઈએ કે, આશિષ વિદ્યાર્થીની બીજી પત્ની રૂપાલી બરુઆ આસામની રહેવાસી છે અને વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. રૂપાલી બરુઆ કોલકાતામાં પોતાની ફેશન સ્ટોરી પણ ચલાવે છે. આશિષ અને રૂપાલી વચ્ચે પહેલા મિત્રતા થઈ, ત્યારબાદ બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા. આશિષ વિદ્યાર્થીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જીવનના આ તબક્કે રૂપાલી સાથે લગ્ન કરવું તેના માટે અસાધારણ અહેસાસ છે.

આ પણ વાંચો:શુભમન ગિલ સાથે લગ્ન કરશે સારા અલી ખાન? અભિનેત્રીએ ખુલાસો કર્યો

આ પણ વાંચો:ભારતી-હર્ષને મોટી રાહત, કોર્ટે NCBની અરજી ફગાવી

આ પણ વાંચો:આદિપુરુષના ડિરેક્ટરે મંદિરના પરિસરમાં એક્ટ્રેસને કરી કિસ,વીડિયો આવ્યો સામે…

આ પણ વાંચો:અમિતાભ બચ્ચન તેમના ચાહકોને મળવા હંમેશા ખુલ્લા પગે કેમ આવે છે?

આ પણ વાંચો: સ્વરા ભાસ્કરે આપ્યા સારા સમાચાર, સોશિયલ મીડિયા પર બેબી બમ્પની તસવીરો કરી શેર