ગજબ/ દરિયા કિનારે ફરવા ગયેલા કપલને રેતીમાં દટાયેલું મળ્યું હાડપિંજર, વૈજ્ઞાનિકનો દાવો- આ માનવ હાથ નથી

20 નવેમ્બરના રોજ, લેટિસિયા ગોમ્સ અને તેનો બોયફ્રેન્ડ ડેવાનીર સાઉજા ઇલ્હા કોમ્પ્રિડા બીચ પર ફરવા નીકળ્યા હતા ત્યારે અચાનક તેમને રેતીમાં આ હાડપિંજર મળ્યું હતું.

Ajab Gajab News Trending
હાડપિંજર

બ્રાઝિલના સાઓ પાઉલોમાં બીચ પર ફરતા એક કપલને જ્યારે રેતીમાં હાડપિંજર દેખાયું ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. બંનેએ નજીક જઈને જોયું તો તે માનવ હાથ જેવું દેખાતું હતું. બંનેએ આ હાથનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેના પર એક વૈજ્ઞાનિકે ચોંકાવનારી માહિતી આપી.

20 નવેમ્બરના રોજ, લેટિસિયા ગોમ્સ અને તેનો બોયફ્રેન્ડ ડેવાનીર સાઉજા ઇલ્હા કોમ્પ્રિડાના બીચ પર ચાલી રહ્યા હતા ત્યારે અચાનક તેમને રેતીમાં આ હાડપિંજર મળ્યું. બંને તેને જોઈને ખૂબ જ ડરી ગયા હતા અને લેટિસિયા પણ માનતા હતા કે તે કોઈ એલિયનનો હાથ હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પોસ્ટ કરતા બંનેએ કહ્યું કે હાડકાંની લંબાઈ જોઈને માનવું મુશ્કેલ છે કે આટલો લાંબો માનવ હાથ હોઈ શકે છે.

જ્યારે લેટિસિયાએ આ હાડપિંજરનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો તો ઘણા લોકોએ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી. એક યુઝરે કહ્યું કે તે જલપરીનો હાથ છે, જ્યારે બીજાએ કહ્યું કે તે ડાયનાસોરનું હાડકું છે. જો કે, એક વૈજ્ઞાનિક એરિક કોમિને દાવો કર્યો હતો કે તે ન તો માનવ હાથ છે કે ન તો એલિયન. તેણે કહ્યું કે તે સંભવતઃ વ્હેલ અથવા ડોલ્ફિનનું હાડકું હોઈ શકે છે. જોકે, ટેસ્ટ પછી જ આ ચોક્કસ માહિતી આપી શકાશે કે તે કઈ પ્રજાતિનો હતો. વૈજ્ઞાનિકે કહ્યું કે તેની હાલત જોઈને કહી શકાય કે તેનું મૃત્યુ લગભગ દોઢ વર્ષ પહેલા થયું હશે.

આ પણ વાંચો:ભાજપે ઉમેદવારોના ખાતામાં 25 થી 35 લાખ કરાવ્યા જમા, AAP અને કોંગ્રેસે આપ્યા

આ પણ વાંચો:રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારાની ધરપકડ

આ પણ વાંચો:ગુજરાતના તમામ જિલ્લાઓમાં Jio Tarue 5G સેવાઓ મેળવનાર પ્રથમ રાજ્ય બન્યું