Not Set/ ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષાચક્ર આપવાના પ્રશ્ને સર્જાતા સવાલો

ભાજપમાં આવે તેનો અગાઉના ભ્રષ્ટાચારના આક્ષેપ ભૂલાઈ જાય છે સુવેન્દુ અધિકારી અને મુકલ રોય સામે નારદા કૌભાંડમાં ફરિયાદ થઈ નથી તે આ વાતનો પૂરાવો છે તેવી નોંધ પશ્ચિમ બંગાળના મોટાભાગના અખબારોએ લીધી છે.

India Trending
gargle 5 ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષાચક્ર આપવાના પ્રશ્ને સર્જાતા સવાલો

 બંગાળમાં ભાજપના ધારાસભ્યોને અપાતી સવલત અને પક્ષપલ્ટો કરનારા બે સાંસદોએ પોતાની બેઠક ખાલી ન કરતાં પણ અખબારોમાં પૂછાતા અણિયારા સવાલો

#હિંમતભાઈ ઠક્કર, ભાવનગર

ભારત એક એવો દેશ છે જે વિશ્વની સૌથી મોટી સંસદીય લોકશાહી કહેવાય છે. જ્યાં વિશ્વનો સૌથી જૂનો પક્ષ પણ છે અને સૌથી મોટો પક્ષ પણ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે વિશ્વમાં જેનું નામ છે અને જેનો વાદ પ્રખ્યાત છે તે સામ્યવાદી પક્ષની અનેક શાખાઓ પણ ભારતમાં આવેલી ચે. ભારતમાં મોટે ભાગે રાજકીય પક્ષોમાં કાર્યકરો કરતાં નેતાઓની ફોજ વધારે છે. ૧૯૮૫માં રાજીવ ગાંધીની એલ.ટી.ઈ.ના ત્રાસવાદી માનવબોંબે હત્યા કર્યા બાદ તમામ નેતાઓ સુરક્ષાચક્ર લેતા થઈ ગયા છે અને અત્યારે તો સુરક્ષાદળોના એક મોટા ભાગને નેતાઓની સુરક્ષામાં રહેવું પડે છે જાે કે જે નેતા વિરોધપક્ષમાં હોય તેની સુરક્ષા કેટેગરી ઘટાડાય છે ભલે પછી તે પક્ષના ગણા નેતાઓએ ત્રાસવાદ સામે લડતા શહીદી વ્હોરી હોય. જ્યારે શાસક પક્ષના નેતાઓને સલામતી કવચ પુરૂ પાડવામાં કોઈ ખર્ચની મર્યાદા મળતી નથી અને મોટે ભાગે આ સુરક્ષા ખર્ચ સરકાર જ ભોગવે છે. તાજેતરમાં સુરક્ષા બાબતનો જે અહેવાલ પ્રસિધ્ધ થયો છે તેમાં આજ મહત્વની બાબતનો પર્દાફાશ છે. આ અહેવાલ પ્રમાણે ગમે તેવા જાેખમવાળા નેતાઓને સુરક્ષાચક્ર અપાય તો વાંધો નથી પરંતુ જે તે વિસ્તારમાં હિંસાખોરીના બનાવો બન્યા હોય તેવા વિસ્તારમાં આગેવાનોને એક્સ કેટેગરીની સુરક્ષા કવચ આપવાની નવી પરંપરા શરૂ થઈ છે. પક્ષના કાર્યકરોની અથડામણને હિંસાખોરીમાં ખપાવી દેવાતી હોય છે ત્યારે નાનો છોકરો પણ સમજતો હોય છે કે કોઈ દિવસ એક હાથે તાળી પડે નહિ.

himmat thhakar ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષાચક્ર આપવાના પ્રશ્ને સર્જાતા સવાલો
વાત પશ્ચિમ બંગાળની છે જ્યા દેશના એક માત્ર વર્તમાન મહિલા મુખ્યમંત્રીને હરાવવા માટે વિશ્વના સૌથી મોટા અને કેન્દ્ર અને ઘણા રાજ્યોમાં સત્તા ધરાવતા પક્ષે પોતાની તમામ તાકાત કામે લગાડી હતી. પહેલા તે પક્ષના ટોચના આગેવાનોને તોડી પોતાની સાથે લીધા પછી ચૂંટણી જીતવા જે કાંઈ ખેલ કરવા પડે તે કર્યા. પણ મમતા બેનરજીની સત્તાની હેટ્રીકને રોકી શક્યા નહિ. પછી હિંસાના ઓઠા હેઠળ બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભુ કરવાનો ખેલ ખેલાયો તેમાં ફાવ્યા નહિ. હવે બીજા ખેલ શરૂ થયા છે. કોરોનાના ઓઠા હેઠળ પેટા ચૂંટણી મોકુફીનો ખેલ પણ ખેલાયો છે. પરંતુ બંધારણની જાેગવાઈ જ એવી છે કે મમતા બેનરજી છ માસ પછી પણ ફરીવાર શપથ લઈ શકે છે. આવડો મોટો પક્ષ એક મહિલા નેતાની સત્તા ઝૂટવવા કેવા કાયરતાભર્યા અને બીનલોકશાહી પગલાં ભરે છે તે નોંધ દેશના ઘણા અખબારોએ લીધી છે.

34 West Bengal legislators went from TMC to BJP – only 13 of them got  tickets to contest the election for the saffron party | Business Insider  India
હવે પશ્ચિમ બંગાળ વિધાનસભાનું નવું સત્ર પણ મળ્યું નથી ત્યાં ભાજપના ચૂંટાયેલા તમામ ૭૫ ધારાસભ્યોને એક્સ કેટેગરીની સુરક્ષામાં મુકવામાં આવ્યા છે કારણ સત્તાધારી પક્ષ ટીએમસીના કાર્યકરોના સંભવિત હુમલાનું કહેવાય છે. કોઈ ધારાસભ્યે વિધાનસભામાં શપથ પણ ન લીધા હોય તે પહેલા તેને કેન્દ્ર સરકારના ખર્ચે હિસાબે અને જાેખમે સુરક્ષા ચક્ર અપાયું હોય તેવો કદાચ આ આઝાદી પછીના ઈતિહાસનો સૌ પથમ બનાવ હોઈ શકે છે. આમ તો ભાજપના ૭૭ ધારાસભ્યો ચૂંટાયા હતા પણ તેમાંથી બેે ભાજપને સત્તા ન મળતા પોતાની સંસદની બેઠક ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.

Suvendu Adhikari earns reputation as 'giant slayer' by defeating Mamata in  battle for Nandigram - The Financial Express
હવે બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી છ – સાત માસ પહેલા જ ટીએમસી છોડીને ભાજપમાં આવેલા નેતા છે અને મમતા બેનરજીના એક જમાનામાં તેઓ વિશ્વાસુ સાથીદાર પણ હતા. જાે કે આની સામે બંગાળમાં ભાજપના એક મોટા વર્ગમાં કચવાટ છે સામ્યવાદી શાસનના સમયગાલાથી બંગાળમાં ભાજપને મજબૂત બનાવવા મથી રહેલા નેતાઓને કોરે મૂકાયા તે બાબત ભાજપના નિષ્ઠાવાનોને ખૂંચે છે બંગાળ ભાજપ યુવા મોરચાના પ્રમુખ સૌ મિત્ર ખાને તો આ પ્રશ્ને પોતાના હોવાનું રાજીનામુ આપ્યું છે. ભાજપના નિષ્ઠાવાન કાર્યકરો અને તેમાંના કેટલાક તો જનસંઘના સમયગાળાથી જનસંઘ માટે અને હવે ભાજપ માટે મેદાનમાં છે તેમની ઉપેક્ષા થઈ છે ૨૦૧૪ની ચૂંટણીમાં બાબુ સુપ્રિયો ભાજપના પ્રથમ સાંસદ તરીકે ચૂંટાયા ત્યારથી બંગાળમાં ભાજપને મજબૂત બનાવવા મથી રહેલા બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ એક તબક્કે તો ભાજપની બહુમતી આવે તો મુખ્યમં૬ી પદના દાવેદાર પણ મનાતા હતા પરંતુ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમનો અત્યારે કોઈ ભાવ પૂછતું નથી. તેવી સ્થિતિ છે દિલીપ ઘોષના ઘણા ટેકેદારોએ બંગાળના નવા ધારાસભ્યોને સરકારી ખર્ચે અપાયેલા સુરક્ષાચક્ર સામે વાંધો ઉઠાવ્યો છે વિરોધ કર્યો છે ૭૫ ધારાસભ્યોના સુરક્ષા ખર્ચ પાછળ એક અંદાજ પ્રમાણે વર્ષે ૫૦ કરોડ કરતાં વધુ ખર્ચ થવાનો છે જેમને સુરક્ષા અપાઈ છે તે પૈકી ઘણા તો પક્ષમાં નવા સવા આવેલા આગેવાનો છે દિલીપ ઘોષના નજીકના ટેકેદાર પ્રણવ સંત કહે છે કેઅમે તો વગર સુરક્ષો ડાબેરીઓ અને ટીએમસી બન્ને સામે લડ્યા છીએ આ વખતે ભાજપ ૭૭ બેઠકો જીત્યો તેનું અમને ગૌરવ ચે પણ આ બેઠકો જીતવા પણ અમારે કેટલી તાકાત કામે લગાડવી પડી તે અમારૂ મન જાણે છે. ભાજપના ચૂંટાયેલા અને બે ધારાસભ્યોના રાજીનામા બાદ ગૃહમાં બેસનારા ૭૫ પૈકી પાંચ આગેવાનો એવા છે કે જેઓ વર્ષોથી ભાજપને મજબૂત બનાવવા મથ્યા છે. તેમનામાંથી કોઈને વિપક્ષનું નેતા પદ સોંપવાને બદલે છ માસ પહેલા ટીએમસીમાંથી આયાત કરાયેલા નેતાને વિપક્ષનું નેતા પદ સોંપી દેવાયું તેનાથી ૪૦ કરતા વધુ ધારાસભ્યો નારાજ છે. વહેલો યા મોડો આનો પડઘો પડવાનો છે. જાે કે આયાતી સભ્યોને હોદ્દા આપવાની ભાજપની નીતિ નવી નથી. ગુજરાતમાં કોંગ્રેસમાંથી આવેલા આગેવાનો હાલ પ્રધાનમંડળમાં મહત્વના હોદ્દા ભોગવી રહ્યા છે. તે પણ હકિકત છે.

Three Shown in Sting Clips Now in Saffron Camp, BJP Removes Its Narada  Video From YouTube
હવે લોકશાહીના નિયમોની વાત આવે છે. વિપક્ષના નેતા બનેલા સુવેન્દુ અધિકારીના પિતા તો જાહેરમાં ટીએમસી છોડીને ભાજપનો ખેસ પહેરી ચૂક્યા છે તેમણે ભાજપ માટે પ્રચાર પણ કર્યો છે. આમ છતાં તેમણે પક્ષપલ્ટો કર્યા પછી સંસદ સભ્ય તરીકે રાજીનામું પણ આપ્યું નથી. જ્યારે અધિકારી પરિવારના બીજા એક સંસદ ભાજપમાં ભળ્યા હોવા છતાં તેમણે સંસદસભ્ય પદ છોડ્યું નથી. જો કે ટીએમસી સરકાર હાલ કોરોના સામેના જંગમાં વ્યસ્ત છે. એટલે આ બાબત પર ધ્યાન આપ્યું નથી. અને સંસદનું સત્ર શરૂ થાય અને સંસદમાં ટીએમસીના બદલે ભાજપની સાથે બેસે એટલે તરત જ આ બન્ને સાંસદોને પક્ષાંતર વિરોધી ધારા હેઠળ પૂર્વ બની જવાનો વારો આવવાનો જ છે. એક અખબારે તો એવી પણ ટકોર કરી છે કે ભાજપમાં આવે તેનો અગાઉના ભ્રષ્ટાચારના આક્ષેપ ભૂલાઈ જાય છે સુવેન્દુ અધિકારી અને મુકલ રોય સામે નારદા કૌભાંડમાં ફરિયાદ થઈ નથી તે આ વાતનો પૂરાવો છે તેવી નોંધ પશ્ચિમ બંગાળના મોટાભાગના અખબારોએ લીધી છે.