Not Set/ અશ્વિન અને મિતાલી રાજને મળી શકે છે ખેલ રત્ન, BCCI એ કરી ભલામણ

ભારતીય ક્રિકેટર્સ રવિચંદ્રન અશ્વિન અને મહિલા ટીમનાં કેપ્ટન મિતાલી રાજને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી શકે છે. તાજેતરનાં સમાચાર મુજબ, બીસીસીઆઈએ આ બંને ખેલાડીઓનાં નામની ભલામણ કરી છે.

Top Stories Sports
11 107 અશ્વિન અને મિતાલી રાજને મળી શકે છે ખેલ રત્ન, BCCI એ કરી ભલામણ

ભારતીય ક્રિકેટર્સ રવિચંદ્રન અશ્વિન અને મહિલા ટીમનાં કેપ્ટન મિતાલી રાજને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી શકે છે. તાજેતરનાં સમાચાર મુજબ, બીસીસીઆઈએ આ બંને ખેલાડીઓનાં નામની ભલામણ કરી છે.

11 110 અશ્વિન અને મિતાલી રાજને મળી શકે છે ખેલ રત્ન, BCCI એ કરી ભલામણ

આ પણ વાંચો – ભાવુક દ્રશ્ય / ચાલુ મેચમાં સેરેના વિલિયમ્સ રડી પડી, હાજર દર્શકો થયા ભાવુક, જાણો પૂરી વિગત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ આર.અશ્વિન અને મિતાલી રાજનાં નામ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે મોકલવાનો નિર્ણય લીધો છે, જ્યારે અર્જુન એવોર્ડ માટે કે.એલ. રાહુલ, જસપ્રિત બુમરાહ અને શિખર ધવનનાં નામ સૂચવવામાં આવશે. એએનઆઈ સાથે વાત કરતા, ઘટનાક્રમથી જોડાયેલા સુત્રોએ નામોની પુષ્ટી કરી. સુત્રનાં જણાવ્યા અનુસાર, “અમે વિગતવાર ચર્ચા કરી હતી અને અશ્વિન અને મહિલા ટેસ્ટ અને વનડે કેપ્ટન મિતાલી રાજને ખેલ રત્ન માટે મોકલવાનો નિર્ણય કર્યો હતો. અમે ધવનની ફરીથી અર્જુન માટે ભલામણ કરી રહ્યા છીએ, જ્યારે અમે રાહુલ અને બુમરાહનાં નામની પણ ભલામણનું સુચવીશું.”

11 109 અશ્વિન અને મિતાલી રાજને મળી શકે છે ખેલ રત્ન, BCCI એ કરી ભલામણ

આ પણ વાંચો – Euro 2020 / સ્પેન એ એક્સ્ટ્રા ટાઈમમાં ક્રોએશિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન કર્યુ સુરક્ષિત

આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે ટીમ ઇન્ડિયાનાં વાઇસ કેપ્ટન રોહિત શર્મા, પૈરા એથલીટ મરિયપ્પન થંગાવેલુ, ટેબલ ટેનિસ ચેમ્પિયન મણિકા બત્રા, મહિલા રેસલર વિનેશ ફોગાટ અને હોકી ખેલાડી રાણી રામપાલને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રોહિત ઉપરાંત ઝડપી બોલર ઇશાંત શર્મા અને મહિલા ક્રિકેટ ટીમનાં સભ્ય દિપ્તી શર્માની અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

11 111 અશ્વિન અને મિતાલી રાજને મળી શકે છે ખેલ રત્ન, BCCI એ કરી ભલામણ

આ પણ વાંચો – ટી-20 વિશ્વ કપ / યુએઈ અને ઓમાનમાં યોજાશે ‘T-20 World Cup’, જાણો કઇ તારીખથી થશે શરૂ

અગાઉ, રમત મંત્રાલયે આગામી રાષ્ટ્રીય સ્પોર્ટ્સ એવોર્ડ 2021 માટેની અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ વધારવાનો નિર્ણય લીધો હતો. જેમા મંત્રાલયે તેને એક અઠવાડિયાથી વધારીને પાંચ જુલાઈ સુધી કરી દીધુ છે. રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશને અગાઉ 28 જૂન સુધીમાં અરજીઓ મોકલવાની હતી. ટેનિસ, બોક્સિંગ અને રેસલિંગ સહિતનાં ઘણા એનએસએફ અરજીઓ મોકલી ચુક્યા છે, જ્યારે હવે બીસીસીઆઈએ પણ નામ મોકલ્યા છે. ખેલ રત્ન એવોર્ડ માટે ઓડિશા સરકારે દુતી ચંદનું નામ પણ મોકલ્યું છે.

11 108 અશ્વિન અને મિતાલી રાજને મળી શકે છે ખેલ રત્ન, BCCI એ કરી ભલામણ

આ પણ વાંચો – સલાહ / એમ્બ્રોઝે બતાવ્યું કે ટીમ ઇન્ડિયા મોટી ટુર્નામેન્ટમાં કેમ હારે છે ?

આપને જણાવી દઇએ કે, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એ દેશની રમત-ગમતનાં મામલામાં આપવામાં આવતુ સર્વોચ્ચ સન્માન છે. આ માટે નોમિનેશન મોકલવાની અંતિમ તારીખ 5 જુલાઈ કરવામાં આવી છે. આર અશ્વિન અને મિતાલી હાલમાં ઈંગ્લેન્ડમાં છે જ્યાં ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો પ્રવાસ કરી રહી છે.

Footer 2 અશ્વિન અને મિતાલી રાજને મળી શકે છે ખેલ રત્ન, BCCI એ કરી ભલામણ