Not Set/ ચાની કીટલી પર પાછો લાગી ગયો કામે, એશિયન ગેમ્સ ૨૦૧૮નો બ્રોન્ઝ મેડલ વિજેતા હરીશકુમાર

દિલ્લી આ વર્ષે ભારતે ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ૬૯ મેડલ જીતીને અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કર્યું છે. જેમાંથી ઘણા ખેલાડીઓને ઇનામના રૂપે કરોડો રૂપિયા અને નોકરી આપવાનો વાયદો કર્યો છે તો કેટલાકને બ્રાંડ એમ્બેસેડર પણ બનાવ્યા છે. રમતગમત ક્ષેત્રે પોતાના સપના પુરા કરી શકે તે માટે તેમને મોટી કિંમતના ઇનામ આપવાની જાહેરાત […]

Top Stories India Trending
x720 2HQ ચાની કીટલી પર પાછો લાગી ગયો કામે, એશિયન ગેમ્સ ૨૦૧૮નો બ્રોન્ઝ મેડલ વિજેતા હરીશકુમાર

દિલ્લી

આ વર્ષે ભારતે ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ૬૯ મેડલ જીતીને અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કર્યું છે. જેમાંથી ઘણા ખેલાડીઓને ઇનામના રૂપે કરોડો રૂપિયા અને નોકરી આપવાનો વાયદો કર્યો છે તો કેટલાકને બ્રાંડ એમ્બેસેડર પણ બનાવ્યા છે. રમતગમત ક્ષેત્રે પોતાના સપના પુરા કરી શકે તે માટે તેમને મોટી કિંમતના ઇનામ આપવાની જાહેરાત કરી છે. પરંતુ આ વાત દરેક ખેલાડીને લાગુ નથી પડતી. ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનારા હરીશ કુમારની આ જીતને બધાએ અવગણી છે અને તેને ચાની કીટલીમાં ફરીથી કામ કરવાનું ચાલુ કરી દીધું છે.

Image result for asian bronze medal winner harish kumar

Image result for asian bronze medal winner harish kumar

ભારતની કીક વોલીબોલ ટીમે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે હરીશકુમાર પણ આ ટીમના ખેલાડી હતા. હરીશ કુમારના પિતા ભાડેથી લીધેલી  રીક્ષા ચલાવે છે અને તેની માતા ગૃહિણી છે. ઘરનું ગુજરાન ચલાવવા માટે હરીશ ચાની કીટલી પર કામ કરે છે. પિતાની આવક વધારે ન હોવાથી ઘરની આવક આ કીટલી પર જ નિર્ભર છે તેમ હરીશે કહ્યું હતું.

બ્રોન્ઝ મેડલ વિજેતા હરીશનો પરિવાર ઘણો મોટો છે અને આવકનો સ્ત્રોત ઘણો ઓછો છે. હરીશ ઉત્તર દિલ્લીમાં મંજુન તીલ્લા વિસ્તારમાં ચાની કીટલી પર કામ કરે છે. એશિયન ગેમ્સમાંથી પરત આવ્યા બાદ તેણે કીટલી પર જવાનું ચાલુ કરી દીધું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે હરીશ જયારે ઘરે પાછો આવ્યો ત્યારે કોઈએ તેનું સ્વાગત નહતું કર્યું જેને લીધે તે નિરાશ થઇ ગયો હતો.

gtko5o4c

હરીશ એકવાર સાઈકલના ટાયર સાથે રમતો હતો ત્યારે તેના કોચે તેને જોઈ લીધો હતો. ત્યારબાદ કોચ હેમરાજ તેને સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સેન્ટરમાં લઇ ગયા હતા અને ત્યાં કોચિંગ આપવાનું શરુ કર્યું હતું. ટ્રેનીંગ ચાલુ થતા હરીશ દિવસ દરમ્યાન ચાની કીટલી પર કામ કરતો અને  અને ત્યારબાદ સાંજના ૨ થી ૬ કોચિંગ ક્લાસમાં જતો. હરીશની આ મહેનત જોઇને આજુબાજુના લોકો તેના પર હસતા હતા. હરીશને આશા છે કે રાજ્ય સરકાર તેને સરકારી નોકરી આપશે.

તો બીજી બાજુ ૪ X ૪૦૦ મિક્સ રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહેલી મહિલા ખેલાડી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારનાકુપોષણ મુક્ત અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનવવામાં આવી છે. જયારે ટેનિસની મહિલા સિંગલ્સની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અંકિતા રૈનાને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન“ની બ્રાન્ડ એમ્બેસેડર બનવવામાં આવી છે. ગુરુવારે વિજય રુપાણી સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ભારતના 16 વર્ષના શુટર સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એર પિસ્ટોલ શુટીંગ સ્પર્ધામાં સૌરભે એશિયન ગેમ્સનો રેકોર્ડ તોડતાં કુલ 240.7 પોઈન્ટ મેળવી ગોલ્ડ જીત્યો હતો. ઉત્તર પ્રદેશના રહેવાસી સૌરભને રાજ્ય સરકાર દ્વારા ૧ કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે અને સાથે જ ક્લાસ ૨ની સરકારી નોકરી પણ આપશે.