અવસાન/ એશિયન ગેમ્સનાં ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સર ડિંકો સિંહનું લાંબી બિમારી બાદ નિધન

એશિયન ગેમ્સનાં સુવર્ણચંદ્રક વિજેતા બોક્સર ડિંકો સિંહનું ગુરુવારે મણિપુરમાં નિધન થયું છે.

Top Stories Sports
1 326 એશિયન ગેમ્સનાં ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સર ડિંકો સિંહનું લાંબી બિમારી બાદ નિધન

એશિયન ગેમ્સનાં સુવર્ણચંદ્રક વિજેતા બોક્સર ડિંકો સિંહનું ગુરુવારે મણિપુરમાં નિધન થયું છે. તે 42 વર્ષનાં હતા અને થોડા સમયથી યકૃતનાં કેન્સરથી પીડાઈ રહ્યા હતા. ડિંકોએ 1998 બેંગકોક એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી તેમને અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે યકૃતનાં કેન્સર સામે લડી રહ્યા હતા. ગયા વર્ષે તેઓ કોરોનાની ઝપટમાં પણ આવી ગયા હતા.

બાબાનાં બદલાયા સુર! / રામદેવે માન્યુ- સર્જરી અને ઈમરજન્સી માટે એલોપેથી શ્રેષ્ઠ

યકૃતનાં કેન્સર સાથે લાંબી લડાઇ બાદ એશિયન ગેમ્સનાં સુવર્ણચંદ્રક વિજેતા ડિંકો સિંહનું ગુરુવારે નિધન થયું છે. ડિંકો 42 વર્ષનો હતા અને તે 2017 થી આ બિમારી સામે લડી રહ્યા હતા. રમત પ્રધાન કિરેન રિજિજુએ આ વિશે ટ્વિટ કર્યું હતું અને કહ્યુ કે, “શ્રી ડિંકો સિંહનાં નિધનથી મને ખૂબ દુઃખ થયું છે. તે ભારતનાં સર્વશ્રેષ્ઠ બોક્સર હતા.” કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, 1998 માં બેંગકોક એશિયન ગેમ્સમાં જીતેલા ડિંકોનાં ગોલ્ડ મેડલે ભારતમાં બોક્સિંગ ક્રાંતિને જન્મ આપ્યો હતો. હું શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે ગહન સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમના આત્માને શાંતિ પ્રદાન કરે.” કેન્સરથી પીડિત હોવા ઉપરાંત, મણિપુરનાં આ બોક્સરને ગયા વર્ષે કોવિડ-19 સંક્રમણનો સામનો પણ કરવો પડ્યો હતો.

ભારતનાં પહેલા ઓલિમ્પિક ચંદ્રક વિજેતા બોક્સર વિજેન્દરસિંહે ટ્વિટ કરીને કહ્યું કે, આ ખોટ પર મારી હાર્દિક સંવેદના. તેમનું જીવન અને સંઘર્ષ ભવિષ્યની પેઢી માટે હંમેશા પ્રેરણારૂપ બનશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ દુઃખ અને શોકનો સમયથી નિકળવા માટે પરિવારને શક્તિ આપે.”

રાજકારણ / જિતિન પ્રસાદનો ભગવો ધારણ કરવા પર કોંગ્રેસ – ભાજપના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ, કપિલ સિબ્બલે કહ્યું, શું મળશે પ્રસાદ ??

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ભારતીય બોક્સર ડિંકો સિંહનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘ડિંકો સિંહ રમતનો સુપરસ્ટાર હતો, એક ઉત્કૃષ્ટ બોક્સર, જેણે ઘણા એવોર્ડ મેળવ્યા હતા અને બોક્સિંગની લોકપ્રિયતાને આગળ વધારવામાં પણ ફાળો આપ્યો હતો. તેમના નિધનથી દુઃખી છુ.’

આપને જણાવી દઈએ કે ડિંકોએ 1998 માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તે જ વર્ષે તેમને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. રમતોમાં ફાળો આપવા બદલ તેમને 2013 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. નૌકાદળમાં ફરજ બજાવતા ડિંકો બોક્સિંગમાંથી નિવૃત્તિ લીધા પછી કોચ બન્યા હતા.

kalmukho str 6 એશિયન ગેમ્સનાં ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સર ડિંકો સિંહનું લાંબી બિમારી બાદ નિધન