Not Set/ તબિયત ખરાબ હોવા છતાં દુષ્યંતે ભારતને અપાવ્યો બ્રોન્ઝ, મેડલ જીત્યા પછી સ્ટ્રેચર પર લઇ જવાયા

જકાર્તા, ૧૮મી એશિયન ગેમ્સ ઇવેન્ટ ઇન્ડોનેશિયામાં ચાલી રહી છે અને ગેમ્સનાં છઠ્ઠા દિવસે શુક્રવારે ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન દિવસની શરૂઆતથી જ સારું રહ્યું છે. ભારતે નૌકાયાન સ્પર્ધામાં ત્રીજુ સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.જો કે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનાર રોવર દુષ્યંત ચૌહાણની તબિયત અચાનક ખરાબ થઇ હતી.. નૌકયાનમાં જ પુરુષોની લાઈટ વેઇટ સીંગલ સ્કલ્સ સ્પર્ધામાં ફાઈનલમાં […]

Top Stories
asian games dushyant તબિયત ખરાબ હોવા છતાં દુષ્યંતે ભારતને અપાવ્યો બ્રોન્ઝ, મેડલ જીત્યા પછી સ્ટ્રેચર પર લઇ જવાયા

જકાર્તા,

૧૮મી એશિયન ગેમ્સ ઇવેન્ટ ઇન્ડોનેશિયામાં ચાલી રહી છે અને ગેમ્સનાં છઠ્ઠા દિવસે શુક્રવારે ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન દિવસની શરૂઆતથી જ સારું રહ્યું છે. ભારતે નૌકાયાન સ્પર્ધામાં ત્રીજુ સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.જો કે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનાર રોવર દુષ્યંત ચૌહાણની તબિયત અચાનક ખરાબ થઇ હતી.. નૌકયાનમાં જ પુરુષોની લાઈટ વેઇટ સીંગલ સ્કલ્સ સ્પર્ધામાં ફાઈનલમાં દુષ્યંતે ત્રીજું સ્થાન હાંસલ કરીને બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો હતો.

બ્રોન્ઝ વિજેતા દુષ્યંતની સેરેમની બાદ તબિયત બગડી હતી. દુષ્યંતે સ્પર્ધા પૂર્ણ કરવા માટે ૭ મિનીટ અને ૧૮.૭૬ સેકન્ડનો સમય લીધો હતો. મેડલ સેરેમની બાદ દુષ્યંતને સ્ટ્રેચર પર બહાર લાવવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે દુષ્યંત હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે અને મેડલ લઈને જયારે પોડીયમથી ઉતર્યા ત્યારબાદ તેમને થોડું અસહજ ફિલ થતું હતું.

દુષ્યંતની તબિયત લથડતા તેમને સ્ટ્રેચર પર લઇને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુષ્યંતની સારવાર કરી રહેલાં સુત્રો કહે છે કે તેમની હેલ્થ સારી છે.

આમ તો છેલ્લાં બે દિવસથી દુષ્યંતને શ્વાસોચ્છવાસની સમસ્યા હતી અને સામાન્ય તાવ પણ હતો.જો કે આવી સ્થિતિ વચ્ચે પણ તેમણે બ્રોન્ઝ જીત્યો હતો.