Sabarkantha News/ 10 લાંચની લાંચ માંગી ચાર લાખ લીધા  પણ એસીબીની ટ્રેપ જોઈ બે કોન્સ્ટેબલ ફરાર

ફરિયાદ પરત ખેચવા અને હેરાન નહી કરવા લાંચ માંગી હતી, નાણાં લઈને કારમાં ફરાર

Top Stories Gujarat
Beginners guide to 2024 05 30T132903.763 10 લાંચની લાંચ માંગી ચાર લાખ લીધા  પણ એસીબીની ટ્રેપ જોઈ બે કોન્સ્ટેબલ ફરાર

Gujarat News : ઈડરના જાદર પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલોએ એક ફરિયાદી સામે થયેલ ત્રણ અરજીનો નિકાલ કરવા તથા હેરાન નહી કરવા રૂ.10,00,000 ની લાંચ માંગી હતી. જેમાં પાંચ લાખનો પહેલો હપ્તો લેવા બન્ને કોન્સ્ટેબલો ફરિયાદી પાસે આવ્યા હતા. જોકે એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)ની ટીમને જોઈને બન્ને આરોપી કારમાં ભાગી ગયા હતા. પોલીસે બન્ને સામે ગુનો નોંધીને તેમની સોધ હાથ ધરી છે.

આ કેસની વિગત મુજબ ફરિયાદી સામે ઈડરના જાદર પોલીસ સ્ટેશનમાં ત્રણ અરજી થયેલી હતી. ઉપરાંત ફરિયાદીએ પણ આ જ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી કરેલી હતી. ફરિયાદીની અરજી પરત લેવા, હેરાન નહી કરવા તથા તેની વિરૂધ્ધ થયેલી ત્રણ અરજીનો નિકાલ કરવા માટે જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પિયુશ રામદજીભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ રમેશ રાયચંદજી રાઠોડે રૂ.10,00,000 ની લાંચની માંગમી કરી હતી.

દરમિયાન આરોપીઓએ તેને પહેલા પાંચ લાખ કે જેટલી વ્યવસ્થા થાય તેટલા નાણાં લઈને ફરિયાદીને ઈડર હિંમતનગર રોડ પરની આશિષ હોટેલ સામે આવવા જણાવ્યું હતું.  બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ અહીં જાળ બિછાવી હતી. દરમિયાન ફરિયાદી ચાર લાખ રપિયા લઈને આવ્યો હતો. જ્યાં બન્ને કોન્સ્ટેબલોએ તેની સાથે વાતચીત કરીને નામાંની માંગણી કરી હતી. ફરિયાદીએ ચાર લાખ રૂપિયા બન્નેને આપી દીધા હતા.

પરંતુ એસીબીની ટીમને જોઈને બન્ને કોન્સ્ટેબલો નાણાં લઈને કારમાં ભાગી છુટ્યા હતા. આ અંગે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી

આ પણ વાંચો: PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ

આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?