Not Set/ અહીંથી પણ ઘણા કાઢી નાખવા જેવા છે

અમદાવાદમાં ગરીબી રેખા હેઠળ જીવતા નાગરિકો માટે જરૂરી ગણાતા એવા BPL કાર્ડ સંદર્ભે છેલ્લા એક દાયકાથી સર્વે નહિ થયો હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ ગૃહમાં જણાવ્યું હતું

Trending
WhatsApp Image 2021 03 20 at 6.31.30 PM 3 1 અહીંથી પણ ઘણા કાઢી નાખવા જેવા છે

1.અમદાવાદમાં BPL કાર્ડ નો સર્વે દસ વર્ષથી થયો નથી

અમદાવાદમાં ગરીબી રેખા હેઠળ જીવતા નાગરિકો માટે જરૂરી ગણાતા એવા BPL કાર્ડ સંદર્ભે છેલ્લા એક દાયકાથી સર્વે નહિ થયો હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ ગૃહમાં જણાવ્યું હતું. રાશનકાર્ડ મુદ્દે પણ તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે રૂ. ૪૦૦૦ લઈને એજન્ટ રેશનકાર્ડ બનાવી આપે છે અને રૂ.1500 લઈને રેશનકાર્ડમાં નામ પણ ઉમેરી દે છે. આ રીતે ખોટા કાર્ડ ધરાવનારા લોકો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં લાભ લઇ લે છે ત્યારે આવા ઘુસપેઠીયાઓને દૂર કરવા ખેડાવાલા એ ગૃહમાં માગણી કરી હતી.

2. સારૂ કોઈ જોતુ નથી

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી મળતી વ્યાજમાંથી મુદ્દે ગૃહમાં રજૂઆત કરી હતી કે ખેડૂતોને બેંકોમાંથી ચાર ટકા વ્યાજ નાણા ભરત મળતા હોય છે તે લાંબા સમયથી મળ્યા નથી જે સરકારે તાત્કાલિક પગલા લેવા જોઈએ. જેના જવાબમાં નાણામંત્રી નીતિન પટેલે સીધુ જ વિપક્ષ પર નિશાન તાક્યું હતું. નીતિન પટેલે કહ્યું કે સારું કોઈ જોતું નથી. કોંગ્રેસની સરકારમાં ખેડૂતોએ બેંકોમાંથી ૧૮ ટકાના વ્યાજે નાણાં લેવા પડતા હતા જ્યારે ભાજપના રાજમાં ઝીરો ટકા વ્યાજે ખેડૂતોને પૈસા મળે છે.

3. કોંગ્રેસના ધારાસભ્યોની બે બાજુની રજુઆત

ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ તેમના વિસ્તારમાં પાણીના તળ નીચા જતાં ખેડૂતોને ખેતી માટે પાણી મળતું નહીં હોવાની રજૂઆત કરી હતી ધારાસભ્ય અનિલ જોશીયારા એ મેઘરજમાં માઝુમ નદી પર પુલ બનાવી આપવાની માગણી કરી હતી ધારાસભ્ય કનુભાઇ બારૈયા હૈ તેમના વિસ્તારમાં ચેકડેમનું કામ ઝડપી બનાવવા રજૂઆત કરી હતી આ તમામ ધારાસભ્યના સંયુક્ત જવાબમાં આખાબોલા નીતિન પટેલે સીધા કોંગ્રેસી ધારાસભ્યો પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું છે એક તરફ કોંગ્રેસના ધારાસભ્ય કહે છે કે ગામમાં પાણી નથી પણ પથ્થર છે અને બીજી બાજુ વાત કરે છે કે નદી-ડેમ માં પાણી ભરાતા હોવાથી પુલ બાંધી આપો. કોંગ્રેસના ધારાસભ્ય બે બાજુની રજૂઆત કરે છે.

4. અહીંથી પણ ઘણા કાઢી નાખવા જેવા છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગૃહમાં વિધેયકો પરની ચર્ચા દરમિયાન હસતા હસતા જ કોંગ્રેસી ધારાસભ્યોને કેટલાય ટોણાં મારી દીધા હતા. ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા સુધારા વિધેયક પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોની દલીલથી અકડાયેલા નીતિન પટેલે કહ્યું કે વાતને સમજ્યા વગર ફક્ત કરવા ખાતર વિરોધ અને બચાવ કરવાની તેમજ પોતે જ કોઈ વર્ગના હિતેચ્છુ છે તે બતાવવા માટે ભગવાને આપેલી બુદ્ધિશક્તિ ને બાજુ પર મૂકીને બોલતા રહેવાની કેટલાકને ટેવ પડી ગઈ છે. અધ્યક્ષે આ શબ્દો ગૃહના રેકર્ડ પરથી કાઢી નાખવાનું જણાવતા નીતિન પટેલે ફરી હાસ્યનો દોર આગળ વધારતા અધ્યક્ષને કહ્યું, હા કાઢી નાંખો. અહીંથી (ગૃહમાંથી) પણ ઘણા કાઢી નાખવા જેવા છે. ફરી અધ્યક્ષે તેમને ટોકયા કે દરેક વિધાનસભ્ય માનનીય હોય છે, માટે આવા શબ્દો ના વપરાય. ફરી નીતિન પટેલે શબ્દોનો તાંતણો સાધતા આગળ કહ્યું, અમારા માટે પણ સભ્યો માનનીય જ છે, પણ એનો મતલબ એવો થોડો છે કે માનનીય બોલ્યા કરે અને અમે અમાનનીય બનીને સાંભળ્યા કરીએ?

5. કોંગ્રેસને 2021માં આત્મજ્ઞાન લાધ્યું

ગૃહમાં ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર,ધંધા અને રોજગાર સુધારા વિધેયક પરની ચર્ચા દરમિયાન નીતિન પટેલે વધુ એક વખત કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, અમારી કોંગ્રેસ સરકાર વેટ અને GST નો કાયદો લાવી. ભાજપે માત્ર અમલ કર્યો. નવા કાયદામાં નાના વ્યાપારીઓનો વિચાર કરવો જોઈએ. જેના જવાબમાં નીતિન પટેલે રોકડું પરખાવતા જણાવ્યું કે, 1976માં પાણીપુરી, ફળ કે શાકભાજી વેચનારા નહતા?  એ સમયે કોંગ્રેસે તેમનો વિચાર કેમ ન કર્યો? હવે જ્યારે ભાજપ સરકાર 2021માં કાયદો બનાવવા જઈ રહી છે ત્યારે જ તમને (કોંગ્રેસને) આત્મજ્ઞાન લાદ્યુ?

6. ગીરની કેસર કેરીનો પાક નિષફળ

ધારાસભ્ય ભગા બારડે તેમના વિસ્તારની વાત મુકતા ગૃહમાં જણાવ્યું કે કલાયમેટ ચેન્જ અને કેરીમાં લાગેલા રોગના પગલે આ વર્ષે કેસર કેરીના પાકને 80 ટકા નુકસાન થયું છે. તેથી કેરીના બગીચાઓ ધરાવતા ખેડૂતો માટે સરકારે પેકેજ જાહેર કરવું જોઈએ.

7.સિંગાપુરના દર્શન થશે પણ સમય લાગશે

ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન ધોલેરા સરનો મુદ્દો ગૃહમાં ગાજયો હતો. ધારાસભ્ય શિવા ભુરિયાએ ધોલેરા સરમાં ઉદ્યોગકારો દ્વારા થયેલા એમઓયુ મુદ્દે કરેલા પ્રશ્નમાં ભાગ લેતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ પ્રશ્ન કર્યો કે, વર્ષ 2003માં આ પ્રોજેકટની જાહેરાત થઈ હતી. વર્ષ 2019માં 15 વર્ષ બાદ આ પ્રોજેકટ હજુ પણ અધુરો છે. અમને તો ધોલેરામાં બનેલું સિંગાપુર જોવાની ઈચ્છા છે. હળવી શૈલીમાં નાયબ મુખ્યમંત્રી એ જવાબ આપતા કહ્યું કે, સિંગાપુર જોવા મળશે પણ સમય લાગશે.

8. બાવળીયાને તમે લઈ ગયા

ધોલેરા સરના પ્રશ્નમાં વિપક્ષના નેતા અને નાયબ મુખ્યમંત્રી દલીલ કરી રહ્યા હતા. પરેશ ધાનાણી એ કહ્યું કે, 15 વર્ષ પછી પણ ધોલેરા સરમાં હજી બાવળીયા (બાવળ) હટાવાયા નથી. અકળાયેલા નીતિન પટેલ બોલ્યા, બાવળીયા હજુ સદીઓ સુધી રહેશે. ધારાસભ્ય શૈલેષ પરમારે વચ્ચે કહ્યું કે, બાવળીયાને (મંત્રી કુંવરજી બાવળીયા જે પહેલા કોંગ્રેસમાં હતા) તો તમે અમારી પાસેથી લઈ ગયા. જેથી ગુસ્સે ભરાયેલા નીતિન પટેલે સીધી જ અધ્યક્ષને ફરિયાદ કરતા કહ્યું કે, સવારે તમે મને નાની વાતમાં ઠપકો આપ્યો હતો. અત્યારે કોંગ્રેસના ધારાસભ્યો અમારા મંત્રીનું નામ લઈ તેમનું અપમાન કરી રહયા છે, તેમને ઠપકો આપો. જોકે તેમના આ ફરીયાદના સુરથી ગૃહમાં હળવું હાસ્ય ફેલાયું હતું.