દુર્ઘટના/ ઇઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં ભાગદોડ થતાં 44 લોકોનાં મોત,100 ઇજાગ્રસ્ત

ભાગદોડ મચતાં 44 નાં મોત

World
isreal ઇઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં ભાગદોડ થતાં 44 લોકોનાં મોત,100 ઇજાગ્રસ્ત

ઇઝરાયલમાં  બોનફાયર ફેસ્ટીવલમાં ભાગદોડ થતાં 44 લોકોનાં મોત થયા છે અને 100 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.ઘાયલ થયેલા લોકોે જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ માેટી આપત્તિ ગણાવી છે. અમે કહ્યું કે જે લોકો ઘાયલ થયાં છે તેમના સ્વાસ્થ માટે પ્રાર્થના કરીએ છીએ. માઉન્ટ મેરનમાં સ્ટેડિયમની સીટો તૂટીને પડી જેના લીધે સ્ટેડિયમમાં ભાગદોડ મચી હતી.

ઇઝરાયલમાં જે સ્થળે ઘટના બની તે ટોમ્બને યહુદીઓનું દુનિયાનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. જે સમયે આ ઘટના થઇ તે વખતે હજારો અલ્ટ્રા ઓથોડોક્સ યદૂદી વાર્ષિક  બારસ્મરણોત્સવમાં બીજી શતાબ્દીના સંત રબ્બી શિમોન બાર યોચાઇની કબર પર એકત્રિત થયા હતાં અહીયા આખી રાત પ્રાર્થના અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમય દરમિયાન આ ઘટના ઘટી હતી.

આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .દેશની ઇમરજન્શી સર્વિસના ડેવિડ એડમે જણાવ્યું હતું કે લોકોને બચાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટનામાં મૃત્યુદર વધી શકે તેમ છે.