OMG!/ એક સમયે નાનુ કદ હોવાથી ચીડવતા હતા લોકો, આજે બનાવી એવી બોડી જોતા રહી જશો તમે, Viral Video

15 વર્ષની ઉંમરે, ટ્રિસ્ટીને એકવાર ફૂટબોલર બનવાનું સપનું જોયું હતું, જો કે એક સૂચનથી તેનું જીવન બદલાઈ ગયું અને તેના કારણે તે આજની તારીખમાં પ્રોફેશનલ બોડી બિલ્ડર બની ગયો છે. 

Ajab Gajab News
Tristyn Lee

દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જેમણે એવી બોડી બનાવી છે જેને જોઇને સૌ કોઇ તેમના વખાણ કરવાથી ચુકતા નથી. આજે અમે તમને આ લિસ્ટમાં જેમનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ તેમને મળીને તમને આશ્ચર્ય થશે.

Tristyn Lee

આ પણ વાંચો – અર્થવ્યવસ્થા / પાકિસ્તાન થયુ કંગાળ, છેલ્લા ચાર વર્ષમાં વિદેશી દેવાની ચુકવણીમાં 399 ટકાનો થયો વધારો

જણાવી દઇએ કે, અમે તમને અમેરિકાનાં ટ્રિસ્ટિન લી (Tristyn Lee) નો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે બોડી બિલ્ડિંગની દુનિયામાં જાણીતું નામ છે. જણાવી દઇએ કે, 15 વર્ષની ઉંમરે, ટ્રિસ્ટીને એકવાર ફૂટબોલર બનવાનું સપનું જોયું હતું, જો કે એક સૂચનથી તેનું જીવન બદલાઈ ગયું અને તેના કારણે તે આજની તારીખમાં પ્રોફેશનલ બોડી બિલ્ડર બની ગયો છે. આજે તેની ફિટનેસ જોઈને લોકોનાં હોશ ઉડી જાય છે. આપને જણાવી દઈએ કે, ટ્રિસ્ટિન લી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોડી ટ્રાન્સફોર્મેશનની આખી સ્ટોરી શેર કરી છે.

https://www.instagram.com/reel/CYjmDwfBGSF/?utm_source=ig_web_copy_link

હવે યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે 15 થી 19 વર્ષની ઉંમર સુધીમાં તેણે પોતાના શરીરને લોખંડ જેવું બનાવી લીધું છે. આ વીડિયોમાં ટ્રિસ્ટીન લી 15 વર્ષની ઉંમરે ફૂટબોલ રમતા જોવા મળે છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે તેણે પોતાના પરિવર્તનની સફર કહી છે. આજે, 19 વર્ષની ઉંમરે, ટ્રિસ્ટિન લી નાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 20 લાખથી વધુ ફોલોવર્સ છે.

Tristyn Lee

આ પણ વાંચો – Festival / ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેતુ કરૂણા અભિયાન શરૂ, રાજ્ય સરકારે જાહેર કરી હેલ્પલાઇન નંબર

એક સમય એવો હતો જ્યારે ટ્રિસ્ટીનનું કદ એકદમ નાનું હતું, તેથી લોકો તેને વારંવાર ચીડવતા હતા. જોકે આજે તે ખૂબ જ ફેમસ થઈ ગયો છે અને લોકો તેના દિવાના થઇ ગયા છે. પોતાની નબળાઈને પોતાની તાકાત બનાવનાર ટ્રિસ્ટિન આજે દુનિયા પર વર્ચસ્વ જમાવી રહ્યો છે. પાંચ વર્ષ પહેલા આ જ છોકરાની તસવીર વાયરલ થઈ હતી અને હવે આ છોકરો હેડલાઈન્સનો હિસ્સો બની ગયો છે.