Not Set/ ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ…

દુનિયામાં રંગો, સુગંધ અને સુંદરતાની વાત આવે ત્યારે ફૂલોનું નામ લેવુ અનિવાર્ય બની જાયે છે. વિશ્વમાં 369,000 પ્રજાતિઓના છોડ ફૂલ છે

Ajab Gajab News Lifestyle
mm ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ...

દુનિયામાં રંગો, સુગંધ અને સુંદરતાની વાત આવે ત્યારે ફૂલોનું નામ લેવુ અનિવાર્ય બની જાયે છે. વિશ્વમાં 369,000 પ્રજાતિઓના છોડ ફૂલ છે. પરંતુ દરેક ફુલ આંખને ગમે અને સુગંધીત હોય એ જરૂરી નથી. ઘણા ફુલ તો દેખવા પણ ગમતા નથી અને દુર્ગંધતીત હોય છે.

સ્વૈડલ્ડ બેબીસ

1 27 ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ...

સ્વૈડલ્ડ બેબીસ ફૂલ કોઈ કપડામાં લપેટેલી બાળકી જેવા  દેખાય છે . આમ તો તેને વૈજ્ઞાનિક ભાષામાં ધ આંગલોઉઆ યુનીફ્લોરા કહે છે. તે એક ઓર્ચિડ છે. સામાન્ય રીતે આ ફૂલ કોલંબીયન એંડીજમાં પેદા થાય છે. આ ફૂલ જોવાથી લાગે છે કે એક કપડાની અંદર એક બાળક લપેટાયેલું હસી રહ્યું છે.

હુકર્સ લીપ્સ

2 1 17 ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ...

આ ફૂલને હુકર્સ લીપ્સ કે કેસિંગ લીપ્સ પ્લાન્ટ પણ કહે છે. આમ તો તેનું વૈજ્ઞાનિક નામ સાઈકોટ્રીયા ઈલાટા કહે છે. તે મધ્ય અને દક્ષિણી આફ્રિકાના ઉષ્ણકટીબંધીય વર્ષાવનોમાં મળી આવે છે. તેની પાંખડીઓ ઘાટા લીલા રંગની હોય છે, તેને જોવાથી લાગે છે કે કોઈ મહિલાના હોઠ ઉપર લીપસ્ટીલ લગાવીને જગલમાં શણગારી દેવામાં આવી હોય.

મંકી ઓર્ચિડ

3 19 ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ...

મંકી ઓર્ચિડને ધ ડ્રેકુલા સીમીયા પણ કહે છે. તેને વાંદરા જેવું ડ્રેકુલા પણ કહેવામાં આવે છે. તે ઘણી દુર્લભ જાતીનું ઓર્ચિડ છે. તે ઇક્વાડોરના દક્ષીણ પૂર્વી ભાગો અને પેરુમાં મળી આવે છે. આ ફૂલને ધ્યાનથી જોવાથી તમને ફૂલના કેન્દ્રમાં એક વાંદરાનો ચહેરો દેખાશે. સામાન્ય રીતે એક વાંદરા જેવું. આ ફૂલ માંથી પાકા સંતરા જેવી સુગંધ આવે છે.

નેકેડ મેન ઓર્ચિડ

4 16 ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ...

નેકેડ મેન ઓર્ચિડને ઓર્ચીસ ઇટેલિકા કહે છે. તેના નામ ઉપરથી નક્કી થાય છે કે તે ઇટલી અને ભૂમધ્યસાગરની આસપાસના દેશોમાં ઉગે છે. તે મોટા પ્રમાણમાં ઉગે છે. તેની ખેતી પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે તેને નેકેડ મેન ઓર્ચિડ કહેવામાં આવે છે. કેમ કે આ રસપ્રદ ફૂલની પાંખડીઓ એવી આકૃતિ બનાવે છે કે જેમ કે કોઈ નગ્ન પુરુષ ઉભો હોય. આ ફૂલ ગુલાબી, પર્પલ અને સફેદ રંગના મિશ્રણ માંથી બને છે.

ડવ ઓર્ચિડ

5 14 ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ...

પેરીસ્ટેરિયા એક પ્રકારનું ઓર્ચિડ ફૂલ છે, જે સામાન્ય રીતે દક્ષિણી અમેરિકા, પનામા, ત્રેનીદાદ અને કોસ્ટા રિકામાં ઉગે છે. એક ઝટકામાં દેખાવા લાગે છે કે આ સફેદ ફૂલની અદંર કોઈ આકૃતિ છુપાઈ છે. જેમ કે કોઈ કબુતર બેઠું હોય કે ઉડી રહ્યું હોય. તે સફેદ, વાદળી અને ગુલાબી રંગનું બનેલું હોય છે. એ કારણે જ તેને ડવ ઓર્ચિડ કહે છે. આ ફૂલ સુંદર હોવા સાથે સાથે મનને શાંતિ આપે છે.

સ્નેપડ્રેગન કે હાડપિંજર વાળું ફૂલ

6 1 12 ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ...

યુરોપ, અમેરિકા અને ઉત્તરી આફ્રિકામાં મળી આવતા એંટીરીહનમ ઘણું રસપ્રદ ફૂલ છે. તેને ડ્રેગન ફ્લાવર કે સ્નેપડ્રેગન ફ્લાવર કહે છે. જયારે આ ફૂલ ઉગે છે ત્યારે તેના પાંદડા ડ્રેગન જેવી આકૃતિ બનાવે છે. એક વખત ફૂલોના પાંદડા ખરી જાય છે, ત્યારે તે કોઈ હાડપિંજર જેવું દેખાવા લાગે છે. પ્રાચીન લોકો માનતા હતા કે આ ફૂલની પાસે દૈવીય શક્તિ છે. એટલા માટે તેનો ઉપયોગ સંસ્કૃતિક અને ધાર્મિક કાર્યો માટે કરવામાં આવતું હતું.

ડક ઓર્ચિડ

7 12 ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ...

કૈલીયાના સામાન્ય રીતે ડક ઓર્ચિડના નામથી ઓળખાય છે. કેમ કે તેને જોવાથી એવું લાગે છે કે કોઈ બતક ઉડી રહી હોય અને તેની પાંખ ઉપરની તરફ ઉઠેલી હોય. આ ફૂલ લાલ-ભૂરા રંગનું હોય છે. દુર્લભ કેસમાં લીલા રંગનું હોય છે, જેની ઉપર ઘાટા રંગના ડાઘા હોય છે. તે પણ એક પ્રકારનું ક્ષેત્રીય ફૂલ છે, જે ઓસ્ટ્રેલીયાના ક્વીન્સલેન્ડ, સાઉથ ઓસ્ટ્રેલીયા અને તસ્માનિયામાં મળી આવે છે.

બેલેરીના ઓર્ચિડ

8 12 ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ...

આ નાનો છોડ છે, જેને ટેરેસ્ટ્રીયલ સ્પાઈડર ઓર્ચિડ પણ કહે છે. તે એકલા કે પછી સમૂહમાં ઉગે છે. તે સામાન્ય રીતે ઓસ્ટ્રેલીયાના દ્વીપો ઉપર જોવા મળે છે. તેને સામેથી જોવાથી લાગે છે કે કોઈ બેલેરીના ડાન્સર નાચી રહી છે. તેમાં ત્રણ પ્રકારના રંગ જોવા મળે છે. સાથે જ મરુન રંગની માર્કિંગ હોય છે. પાંદડા ઉપર પણ ત્રણ રંગોનું મિશ્રણ હોય છે. પણ તે જે વિસ્તારમાં પેદા થાય છે, ત્યાં સસલા અને કાંગારું આ ફૂલો માટે ખતરનાક છે. તે તેને ખાઈ જાય છે. એટલા માટે તે બેલેરીના ઓર્ચિડ હંમેશા જોવા મળતા નથી.

પેરટ ફ્લાવર

9 14 ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ...

બાલસૈમ જાતીનું આ ફૂલ અતિ સુંદર હોય છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં ઇમપેશિયંસ સીટેસીના કહે છે. આ ફૂલનો રંગ પર્પલ અને ફેરમાઈન રેડ હોય છે. જો તમે તેને સાઈડ માંથી જુવો તો કોઈ પોપટ જેવું દેખાય છે. એટલા માટે તેનું નામ પેરટ ફ્લાવર પડ્યું છે. બ્રિટીશ બોટેનિસ્ટ સર જોસેફ ડોલ્ટન હુકરે તેને સૌથી પહેલા 1901 માં જોયું હતું, ત્યાર પછી તેનું નામ ફ્લાઈંગ કુકૈટુ રાખવામાં આવ્યું હતું. આ દુર્લભ છોડ છે. થાઈલેન્ડ મ્યામાર અને ભારતના કેટલાક વિસ્તારોમાં મળે છે.

બ્લીડીંગ હાર્ટ

10 11 ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ...

અફીણના છોડની એક અલગ પ્રજાતિ છે, લેમ્પ્રોકેપનોસ, આ પ્રજાતિમાં ઉગે છે આ ફૂલ. જેને બ્લીડીંગ કહે છે. એવું લાગે છે કે કોઈના દિલ માંથી લોહી ટપકી રહ્યું છે. એટલા માટે આ નામ આપવામાં આવ્યું છે. બહારનો ભાગ આછો ગુલાબી રંગનો હોય છે, અંદરનો ભાગ ઘાટા ગુલાબી રંગનો. ઘણી વખત તેને લોકો લેડી ઇન બાથ પણ કહે છે. એટલે મહિલા સ્નાન કરી રહી છે. પણ આ દ્રશ્ય તે સંપૂર્ણ ખીલી જાય પછી દેખાય છે. આ ફૂલ સાઈબેરીયા, ઉત્તરી ચિન, કોરિયા અને જાપાનમાં મળે છે.