Congress leader/ લોકસભાના નવા સત્રના આરંભે કોંગ્રેસની PM મોદી અને BJPને ઘેરવાની શરૂઆત, બંધારણની નકલો લઈ કર્યો દેખાવ

આજથી 18મી લોકસભાના સત્રની શરૂઆત થઈ રહી છે. NDA ગઠબંધનની જીત થતા નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના INDIA મહાગઠબંધને સારો દેખાવ કર્યો

Top Stories India Uncategorized
Beginners guide to 2024 06 24T125840.684 લોકસભાના નવા સત્રના આરંભે કોંગ્રેસની PM મોદી અને BJPને ઘેરવાની શરૂઆત, બંધારણની નકલો લઈ કર્યો દેખાવ

Delhi News: આજથી 18મી લોકસભાના સત્રની શરૂઆત થઈ રહી છે. NDA ગઠબંધનની જીત થતા નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના INDIA મહાગઠબંધને સારો દેખાવ કર્યો. ચૂંટણીમાં મળેલા સારા પ્રતિસાદ બાદ કોંગ્રેસ નવા સત્રના આરંભ સાથે PM મોદી અને BJPને ઘેરવાની શરૂઆત કરી છે. સત્રના આરંભ સમયે સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ બંધારણની નકલો લઈ દેખાવ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીમાં મહત્વનું સ્થાન ધરાવતા કે.સી.વેણુગોપાલે ટ્વીટ કરતાં કહ્યું કે 18મી લોકસભાના સત્રની શરૂઆત થઈ રહી છે. અમે લોકશાહીના રક્ષક છીએ. અમે બંધારણના રક્ષણ અને સમર્થન માટે પ્રતિબદ્ધ છીએ. અમે અન્યાય સામે લડવાના અમારા સંકલ્પમાં સંગઠીત છીએ. બાપુના આશીર્વાદ અને સંસદમાં લોકોના પ્રશ્નો, પડકારો, આશાઓ અને આકાંક્ષાઓને અવાજ આપવા અને સરકારને દર મિનિટે અંકુશમાં રાખવાના નવેસરથી સંકલ્પ સાથે INDIA મહાગઠબંધન પડકાર આપશે.

નવા સત્રના આરંભમાં કોંગ્રેસ પાર્ટી કેવા પ્રકારની તૈયારી સાથે સંસદમાં આવશે તેને લઈને રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ દ્વારા આજે સંસદમાં બંધારણની નકલો લઈ જવા અંગે પૂછવામાં આવતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કહે છે, “PM અને અમિત શાહ બંધારણ પર જે હુમલો કરી રહ્યા છે તે અમને સ્વીકાર્ય નથી, અમે તેનો વિરોધ કરીશું. આવું ન થવા દઈએ તો, અમે શપથ લેતી વખતે બંધારણને પકડી રાખ્યું હતું… અમારો સંદેશ જઈ રહ્યો છે, ભારતના બંધારણને કોઈ શક્તિ સ્પર્શી શકશે નહીં.

રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પીમ મોદી પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે વડાપ્રધાન મોદીજીએ આજે ​​તેમના customary શબ્દોમાં જરૂર કરતાં વધુ વાત કરી. દેશને આશા હતી કે મોદીજી આજે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કંઈક બોલશે. તેઓ NEET અને અન્ય ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થવા અંગે યુવાનો પ્રત્યે થોડી સહાનુભૂતિ દર્શાવશે, પરંતુ તેઓ તેમની સરકારના ગોટાળા અને ભ્રષ્ટાચાર અંગે કોઈ જવાબદારી ના લીધી. મોદીજી પણ પશ્ચિમ બંગાળમાં તાજેતરના ટ્રેન અકસ્માત અંગે મૌન રહ્યા. મણિપુર છેલ્લા 13 મહિનાથી હિંસાથી ઘેરાયેલું છે, પરંતુ મોદીજી ન તો ત્યાં ગયા અને ન તો તેમના ભાષણમાં તાજેતરની હિંસા અંગે કોઈ ચિંતા વ્યક્ત કરી. આસામ અને ઉત્તર-પૂર્વમાં પૂર આવી શકે છે, મોંઘવારી વધી શકે છે, રૂપિયામાં ઘટાડો થઈ શકે છે, એક્ઝિટ પોલ-સ્ટૉક માર્કેટ કૌભાંડ થઈ શકે છે. મોદી સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી લાંબા સમયથી પેન્ડિંગ છે, જ્ઞાતિની વસ્તી ગણતરી પર પણ મોદીજી સાવ મૌન હતા.

ખરગેએ પોસ્ટમાં લખ્યું કે @narendramodi જી, તમે વિપક્ષને સલાહ આપી રહ્યા છો. તેઓ અમને 50 વર્ષ જૂની ઈમરજન્સીની યાદ અપાવી રહ્યા છે, છેલ્લા 10 વર્ષની અઘોષિત ઈમરજન્સીને ભૂલી ગયા છે જેનો જનતા દ્વારા અંત આવ્યો હતો. લોકોએ મોદીજી વિરુદ્ધ વોટ આપ્યા છે. આમ છતાં જો તેઓ વડાપ્રધાન બન્યા છે તો તેમણે કામ કરવું જોઈએ. “લોકોને કામગીરી જોઈએ છે, સૂત્રો નહીં”  તે યાદ રાખો. વિપક્ષ અને INDIA ગઠબંધન સંસદમાં સર્વસંમતિ ઈચ્છે છે, અમે ગૃહમાં, રસ્તા પર અને બધાની સામે લોકોનો અવાજ ઉઠાવતા રહીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોઝિકોડને મળ્યું ‘સિટી ઓફ લિટરેચર’નું બિરૂદ, UNESCOએ કરી જાહેરાત

આ પણ વાંચો: 18મી લોકસભાનું આજે પ્રથમ સત્ર, PM મોદી સહિત નવનિયુક્ત સાંસદ શપથ લેશે

આ પણ વાંચો: દારૂ પીધો, ખાવાનું ખાધું, પૈસા માંગ્યા તો હોટલ સંચાલક અને પાર્ટનરની કરી હત્યા