ચાઇનીઝ માર્સ રોવર્સ/ ચીનના માર્સ રોવર્સનું અનુમાન, મંગળ પર હોઈ શકે છે પાણી

મંગળ પર પાણી વધુ તાજેતરનું અને વધુ વ્યાપક હોઈ શકે છે. ચીનના માર્સ રોવરે મંગળ પર રેતીના ટેકરાઓનો અભ્યાસ કર્યા બાદ આ અંદાજ લગાવવામાં આવ્યો છે.

Top Stories Tech & Auto
Chinese Mars rovers ચીનના માર્સ રોવર્સનું અનુમાન, મંગળ પર હોઈ શકે છે પાણી

કેપ કેનાવેરલ: મંગળ પર પાણી વધુ તાજેતરનું અને વધુ વ્યાપક હોઈ શકે છે. ચીનના માર્સ રોવરે મંગળ પર રેતીના ટેકરાઓનો અભ્યાસ કર્યા બાદ આ અંદાજ લગાવવામાં આવ્યો છે. અભ્યાસ પછી, એવું તારણ કાઢવામાં આવ્યું છે કે લાલ ગ્રહના ગરમ પ્રદેશોમાં કદાચ ફળદ્રુપ ભૂપ્રદેશ પણ હોય છે. જેના કારણે ત્યાંની પરિસ્થિતિઓ પણ જીવન માટે અનુકૂળ બની શકે છે. જો કે, આ દિશામાં હજુ વધુ અભ્યાસની જરૂર છે.

મિશનના નેતાઓએ સ્વીકાર્યું હતું કે ઝુરાંગ રોવર લગભગ એક વર્ષ પહેલાં શિયાળાની નિષ્ક્રિયતામાં ગયા પછી હજુ સુધી જાગ્યું નથી તે પછીના સમાચાર આવ્યા છે મિશનના મુખ્ય ડિઝાઇનર, ઝાંગ રોંગકિયાઓએ જણાવ્યું હતું કે તેની સૌર પેનલ્સ કદાચ ધૂળથી ઢંકાયેલી હતી. આનાથી તેનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને તે ફરીથી કાર્યરત થઈ શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે અમેરિકન ઉદ્યોગપતિ અને ટેકનોક્રેટ એલન મસ્ક મંગળ પર તેનું રોકેટ લઈ જવાનું આયોજન ધરાવે છે. તે વર્તમાન દાયકામાં મંગળ સુધી પહોંચવાનું અને આગામી બે દાયકામાં મંગળ પર કોલોનીઓ બનાવવાનું આયોજન ધરાવે છે. તેના રોકેટ લોન્ચિંગને તાજેતરમાં નિષ્ફળતા મળી હતી, જો કે તેણે ત્યારે જ કહ્યું હતું કે હાલમાં તો આ રોકેટ સફળ થાય તે સંભાવના 50 ટકા જ છે. આમ છતાં પણ તે આ રોકેટનું આયોજન જારી રાખશે તેમ તેણે કહ્યું છે. તેને વિશ્વાસ છે કે આગામી પાંચ વર્ષમાં તે મંગળ પર લઈ જવાય તેવું રોકેટ તૈયાર કરી લેશે.

આ ઉપરાંત અન્ય એક અમેરિકન સ્ટાર્ટઅપે સ્પેસમાં જ ગેસ સ્ટેશન સ્થાપવાના આયોજનની જાહેરાત કરી છે. આગામી બે દાયકામાં સ્પેસની અંદર જ ગેસ સ્ટેશન હશે. તેથી સ્પેસશિપને પરત આવવાનો અને વારંવાર સેટેલાઇટ લોન્ચ કરવાનો ખર્ચ પણ બચી જશે તેમ માનવામાં આવે છે. સ્પેસમાં ગેસ સ્ટેશન અંતરિક્ષમાં ફરતા ઇલેક્ટ્રોનિક કચરાને મર્યાદિત રાખવામાં સફળ થાય તેમ મનાય છે.

આ પણ વાંચોઃ સીબીઆઈ-સત્યપાલ મલિક/ સીબીઆઈએ સત્યપાલ મલિકની પાંચ કલાક પૂછપરછ કરી, એજન્સીએ વીમા કૌભાંડની તપાસ અંગે સ્પષ્ટતા માંગી

આ પણ વાંચોઃ સુદાન-હિંસા/ સુદાનમાં હિંસા ફરીથી ચાલુઃ હજી પણ ફસાયેલા છે વિદેશી નાગરિકો

આ પણ વાંચોઃ યુએસ શૂટઆઉટ/ અમેરિકામાં ફરી પાછો ગોળીબારઃ ફિલાડેલ્ફિયામાં હુમલામાં ત્રણના મોત; એક ઘાયલ