વિસ્ફોટ/ અટારી વાઘા બોર્ડર પર પાકિસ્તાનની પ્રેક્ષક ગેલેરીમાં જોરદાર ધડાકો, ભારતીય વિસ્તારમાં અવાજ સંભળાયો

પાક રેન્જર્સની સાથે સાથે અટારી બોર્ડર પર તૈનાત બીએસએફના જવાનો પણ સજાગ બન્યા હતા. બ્લાસ્ટની તીવ્રતા ખબુ વધારે હતી તેનો  અવાજ ભારતના વિસ્તારમાં સંભળાયા હતા.

Top Stories
wagha boarder અટારી વાઘા બોર્ડર પર પાકિસ્તાનની પ્રેક્ષક ગેલેરીમાં જોરદાર ધડાકો, ભારતીય વિસ્તારમાં અવાજ સંભળાયો

કોરોનાને કારણે, અટારી-વાઘા સરહદ પર દરરોજ થતી રિટ્રીટ સેરેમની લાંબા સમયથી બંધ છે. આને કારણે, જોઇન્ટ ચેક પોસ્ટ (જેસીપી) અટારી અને પાકિસ્તાનની પ્રેક્ષક ગેલેરીમાં કરોડો રૂપિયાની બનેલી પ્રેક્ષક ગેલેરીમાં સન્નાટો જોવા મળે  છે. આ સન્નાટા (શાંત વાતાવરણ) વચ્ચે સોમવારે અચાનક જ પાકિસ્તાનની પ્રેક્ષક ગેલેરીની બહાર વિસ્ફોટ થયા બાદ આગ ફાટી નીકળી હતી.સેના એલર્ટ થઇ ગઇ હતી.

પાક રેન્જર્સની સાથે સાથે અટારી બોર્ડર પર તૈનાત બીએસએફના જવાનો પણ સજાગ બન્યા હતા. બ્લાસ્ટની તીવ્રતા ખબુ વધારે હતી તેનો  અવાજ ભારતના વિસ્તારમાં સંભળાયા હતા. જ્યારે આ અંગે બીએસએફના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી હતી, ત્યારે તેઓએ કંઈપણ જણાવવાની ના પાડી હતી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં  છેલ્લા એક અઠવાડિયાથી આતંકવાદી ઘટનાઓ ઘટી રહી છે,બસમાં બ્લાસ્ટ થતાં ચીનના નાગરિકોના મોત નીપજ્યા હતાં, જેના લીધે ચાઇના પણ રોષે ભરાયું છે, અને બે દિવસ પહેલા અફઘાનિસ્તાનના રાજદૂતની પુત્રીનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું,આ ઘટનાના લીધે અફઘાનિસ્તાને તેના રાજદૂતને પાકિસ્તાનથી પરત બોલાવી લીધાં હતાં. વાઘા બોર્ડર પર ધડાકાના અવાજ બાદ ભારતમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન સજાગ થઇ ગયા હતા.. જો કે, બીએસએફના અધિકારીઓએ વિસ્ફોટ અંગે કંઇ પણ જણાવવાનો ઇનકાર કર્યો હતો.