અતીક-બેનામી વ્યવહારો/ અતીક એહમદઃ 500 કરોડના નાણાકીય વ્યવહારોની આંટીઘૂંટીની અજબની જાળ

જેલમા બંધ માફિયા અતીક એહમદની જંગી કમાણી અને તેનો સ્ત્રોત મેળવવામાં સરકારી એજન્સીઓએ રીતસરનો પરસેવો પાડવો પડી રહ્યો છે. અભણ વ્યક્તિએ પોતાની કમાણી ખપાવવા માટે નકલી કંપનીઓની મદદથી 500 કરોડના નાણાકીય વ્યવહારોના તાણાવાણાની એવી જાળ ગૂંથી છે કે સરકારી એજન્સીઓ સ્તબ્ધ થઈ ગઈ છે.

Top Stories India
Atik Ahmad Benami Transactions અતીક એહમદઃ 500 કરોડના નાણાકીય વ્યવહારોની આંટીઘૂંટીની અજબની જાળ

નોઈડા: જેલમા બંધ માફિયા અતીક એહમદની જંગી કમાણી અને Atik-Benami Transactions તેનો સ્ત્રોત મેળવવામાં સરકારી એજન્સીઓએ રીતસરનો પરસેવો પાડવો પડી રહ્યો છે. અભણ વ્યક્તિએ પોતાની કમાણી ખપાવવા માટે નકલી કંપનીઓની મદદથી 500 કરોડના નાણાકીય વ્યવહારોના તાણાવાણાની એવી જાળ ગૂંથી છે કે સરકારી એજન્સીઓ સ્તબ્ધ થઈ ગઈ છે. તેમા વિદેશમાં થયેલા નાણાકીય વ્યવહારોનો પણ સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હજી બે દિવસ પહેલા જ પ્રયાગરાજમાં અતીકના નજીકના મિત્રોને ત્યાં દરોડા પાડ્યા પછી 50 શેલ કંપનીઓ અંગે માહિતી મળી હતી. તેમાથી આઠનું સરનામુ ગૌતમ બુદ્ધ નગરનું હતુ. તેથી વધુ માહિતી મેળવવા માટે જીએસટીની ટીમ કંપનીઓના Atik-Benami Transactions સરનામે પહોંચી તો ત્યાં ઝૂંપડપટ્ટી અને ખાલી કબ્રસ્તાન જોવા મળ્યું.

સ્મશાનગૃહમાંથી કર્મચારીઓના આધાર કાર્ડ પણ મળી આવ્યા હતા
તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદના સંબંધીઓના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 50 શેલ કંપનીઓની મદદથી 500 કરોડ રૂપિયાના વ્યવહારો ઝડપાયા હતા. Atik-Benami Transactions આવી આઠ કંપનીઓ મળી આવી જેનું સરનામું ગૌતમ બુદ્ધ નગર હતું. લખનૌની એક વિશેષ તપાસ ટીમ (SIT) શુક્રવારે દાદરીમાં એક કંપનીના સરનામે પહોંચી હતી, જ્યાં સ્થળ પર કબ્રસ્તાન મળી આવ્યું હતું. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે આ કંપનીમાં જે કર્મચારીઓની નિમણૂક દર્શાવવામાં આવી છે તેમના આધાર કાર્ડનું સરનામું પણ કબ્રસ્તાનનું હોવાનું બહાર આવ્યું છે. ખાસ વાત એ છે કે નકલી આધાર કાર્ડની મદદથી દાદરીની એક રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું પણ ખોલવામાં આવ્યું હતું.

બનાવટી ખાતામાંથી આઠ મહિનામાં લાખો ટ્રાન્ઝેક્શન
ગ્રેટર નોઈડામાં જ લખનૌની એસઆઈટી જ્યારે બે જગ્યાએ રેડીમેડ કપડાના બિઝનેસના નામે ચાલતી કંપનીઓના સરનામાં પર પહોંચી તો તેમને એક જગ્યાએ ખાલી મેદાન અને બીજી જગ્યાએ ભંગારની ચોરી કરનારાઓની ગેરકાયદે વસાહતો જોવા મળી. Atik-Benami Transactions ટીમે અહીં ઘણા લોકોની પૂછપરછ પણ કરી હતી, પરંતુ અતીક કે તેના નજીકના સંબંધીઓ સાથે સંબંધિત કોઈ તથ્ય મળ્યું ન હતું. કંપનીઓમાં કામ કરતા આઠ કર્મચારીઓના આઈડેન્ટીટી કાર્ડ પણ આ સરનામે બનાવવામાં આવ્યા હતા.

તેના આધારે નોઈડાની એક ખાનગી બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આઠ મહિના દરમિયાન આ ખાતાઓમાંથી લાખો રૂપિયાના વ્યવહારો પણ થયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે બે વર્ષથી કંપનીઓ દ્વારા કોઈ GST જમા કરવામાં આવ્યો ન હતો. અધિકારીઓનું કહેવું છે કે SIT ટૂંક સમયમાં આઠ કંપનીઓની તપાસ પૂર્ણ કરશે અને તેનો રિપોર્ટ GST હેડક્વાર્ટર તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મોકલશે.

આ પણ વાંચોઃ પુણે અકસ્માત/ મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતમાં 16ના મોતઃ 25 ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ પક્ષ પલટો/ સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું,6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

આ પણ વાંચોઃ IPL 2023/ સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 23 રને હરાવ્યું