surat news/ સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી પર હુમલો

સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીને પોતાના ભેસ્તાન વિસ્તારમાં સફાઈ કરતો હતો તે દરમિયાન તેના વિસ્તારના એક શખ્સે નશાની હાલતમાં બોલાચાલી કરી હતી, ત્યારબાદ ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં પ્રવેશ કરી તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેથી સફાઈ કામદારને જમણા હાથની કોણીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Gujarat Surat Breaking News
Beginners guide to 59 1 સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી પર હુમલો

સુરતઃ સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી (cleaning staff) ને પોતાના ભેસ્તાન વિસ્તારમાં સફાઈ કરતો હતો તે દરમિયાન તેના વિસ્તારના એક શખ્સે નશાની હાલતમાં બોલાચાલી કરી હતી, ત્યારબાદ ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં પ્રવેશ કરી તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેથી સફાઈ કામદારને જમણા હાથની કોણીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુરતમાં સરકારી કામદારો પર હુમલાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં ફરજ બજાવતા મનપાના સફાઈ કર્મચારી આજરોજ રાબેતા મુજબ તેમના વિસ્તારમાં સફાઈ કરવા ગયા હતા, તે દરમિયાન ત્યાં હાજર એક શખ્સ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેમાં મામલો ઉગ્ર બન્યો હતો, ત્યારબાદ ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં પ્રવેશ કરી તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેથી સફાઈ કામદારને જમણા હાથના કોણીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્ત કર્મચારી પ્રકાશ સન્યાસીએ કહ્યું કે, હું સફાઈ કામદાર છું. છેલ્લા 3 દિવસ બાદ કામ પર હાજર થયો હતો. કોઈ પંડિત નામના શખ્સે બોલાચાલી કરી હતી. અપશબ્દો કહેતા કચરાની ગાડી વાળો જતો રહ્યો હતો. ત્યારે મને કહેવા લાગ્યો કે તમે હરામનો પગાર લો છો. પરંતુ હું મારા અધિકારીને ફોન કરતા ત્યાંથી નીકળીને ઓફિસ જતો રહ્યો હતો. પરંતુ ઓફિસમાં ચપ્પુ લઈને આવી ગયો અને મારા પર હુમલો કર્યો હતો. જેથી મને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતો. ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં ઘુસીને હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે અધિકારીએ કહ્યું કે, જો આ રીતે ઓફિસમાં ઘુસીને હુમલાઓ થતાં રહેશે તો કર્મચારીઓને કામ કરવું પણ મુશ્કેલ થઈ જશે. મોટી સંખ્યામાં કામદારો પાલિકામાં સેવા આપી રહ્યાં છે. ત્યારે તેમને આ રીતની કનડગત થાય તે યોગ્ય નથી. તેને રક્ષણ મળવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં હાહાકારઃ હીટવેવના લીધે હીટસ્ટ્રોકથી 9નાં મોત

આ પણ વાંચો: સુરતમાં કરંટ લાગવાથી યુવકનું મોત

આ પણ વાંચો: મહિસાગરના બાલાસિનોરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો