ભુજ/ લખાગઢ ગામે જાનૈયાઓ પર હુમલો, એકનું મોત

રાપર તાલુકાના લખાગઢ ગામ પલાસવા થી ગયેલી જાન પર હુમલો કરાયાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે.

Gujarat
Untitled 23 14 લખાગઢ ગામે જાનૈયાઓ પર હુમલો, એકનું મોત

રંગેચંગે જતી જાન ઉપર કેટલાંક અસામાજિક તત્વોએ અચાનક હુમલો કર્યો હતો. અને આ ઘટનામાં એક શખ્સનું મોત થયું છે. ચાર લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટનાને લઇ સમગ્ર પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજે પલાસવા ગામ થી જાનૈયાઓ ગામે પહોંચ્યા હતા ત્યારે સામાવાળા હુમલાખોર વ્યક્તિઓએ અગાઉની બાબતનું મનદુઃખ રાખી ને ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારો ધારણ કરીને હુમલો કર્યો હતો આ બનાવમાં દલપતભાઈ નામના વ્યક્તિને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નિપજ્યું હતું.

આડેસરના પીએસઆઇ બીજી રાવલના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર ઘટનામાં અન્ય ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા બનાવની જાણ થતા આડેસર પોલીસની ટુકડી ગામમાં ધસી ગઈ હતી અને કોઈ વધુ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ બનાવમાં ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે હત્યારાઓ સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનામાં વરરાજા તેમજ તેની સાથે આવેલા વ્યક્તિઓને સુરક્ષિત રીતે પલાસવા મોકલી દેવામાં આવ્યા હતા.આ બનાવે રાપર પંથકમાં ચકચાર જગાવી દીધી છે.

Statue of Equality / કોઈ સંતની આટલી ઉંચી પ્રતિમા આજ સુધી બની નથી, 5 ફેબ્રુઆરીએ PM મોદી કરશે અનાવરણ

અલવિદા લતાદીદી.. / જુઓ, લતા મંગેશકરની બાળપણથી યુવાની સુધીની અમૂલ્ય યાદોથી લપેટાયેલી ન જોયેલી તસવીરો

lata mangeshkar / લતા મંગેશકરની અસ્થિઓ લેવા શિવાજી પાર્ક પહોંચ્યો પરિવાર, દીદીને યાદ કરીને પરિવારના સભ્યો થયા ભાવુક