હુમલો/ લોક ગાયિકા કાજલ મહેરિયાની ગાડી પર હુમલો,સામાન્ય ઇજા પણ થઇ

મશહુર ગુજરાતી લોક ગાયિકા કાજલ મહેરિયાની કાર પર અજાણ્યા ઇસમોએ અચાનક હુમલો કર્યો હતો ,તેમની કાર હુમલો  પાટણના સિદ્વપુર ચાર રસ્તા પાસે આ બનાવ બન્યો હતો

Top Stories Gujarat
5 14 લોક ગાયિકા કાજલ મહેરિયાની ગાડી પર હુમલો,સામાન્ય ઇજા પણ થઇ
  • લોક ગાયિકા કાજલ મહેરિયાની ગાડી પર હુમલો
  • પાટણના સિદ્ધપુર ચાર રસ્તા પાસે બન્યો હતો બનાવ
  • અજાણ્યા લોકોએ હુમલો કર્યાની ફરિયાદ
  • કાજલ મહેરિયાને પહોંચી સામાન્ય ઈજાઓ
  • હુમલો કરી સોનાની ચેઈન લઈ શખ્સ ફરાર
  • કાજલ મહેરિયાએ ધારપુર હોસ્પિ.માં લીધી સારવાર

મશહુર ગુજરાતી લોક ગાયિકા કાજલ મહેરિયાની કાર પર અજાણ્યા ઇસમોએ અચાનક હુમલો કર્યો હતો ,તેમની કાર હુમલો  પાટણના સિદ્વપુર ચાર રસ્તા પાસે આ બનાવ બન્યો હતો,આ હુમલામાં તેમને સામાન્ય ઇજા પહોંચી હતી,આ હુમલો લૂંટના ઇરાદે કરવામાં  આવ્યો હતો. હુમલો કરીને સોનાની ચેઇન લઇને અજાણ્યા શખ્સ ફરાર થઇ ગયા હતા. આ લોક ગાયિકા કાજલ મહેરિયાને સામાન્ય ઇજા થતાં નજીકની હોસ્પિટલ ધારપુરમાં સારવાર લીધી હતી. પોલીસે આ અંગે સઘન તપાસ હાથ ધરી છે, અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.