Rajkot/ અગ્રણીઓને ગાળો ભાંડતા ધારાસભ્ય રૈયાણીની ઓડિયો ક્લિપ જાહેર, આ બાબતને તેમણે બદનામ કરવા માટેનો કીમિયો ગણાવ્યો..

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના અવાજમાં કથિત ઓડિયો ક્લિપ બહાર આવી છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકને માત્ર એક દિવસની

Top Stories Gujarat
1

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના અવાજમાં કથિત ઓડિયો ક્લિપ બહાર આવી છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકને માત્ર એક દિવસની વાર છે તેની વચ્ચે ગત વિધાનસભાની ચૂંટણી પહેલાની ઓડિયો ક્લિપ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધારાસભ્ય અરવિંદ રૈયાણી નો અવાજ હોવાનો કહેવાતો ઓડિયો વાયરલ થયો છે જેમાં તેમણે ઘણા ભાજપ અગ્રણીઓને ગાળો ભાંડી હોવાનું સામે આવ્યું છે.

big tweak / મમતા બેનરજીને મોટો ઝટકો, રાજીવ બેનર્જી, વૈશાલી દાલમિયા સહિત ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પાટીદાર સમાજના આગેવાન પૂર્વ સંસદ સભ્ય વિઠ્ઠલ રાદડિયા તેમના પુત્ર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને ગાળો ભાંડી રહ્યા છે, તેમજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ તેમજ તેના પિતા કોંગ્રેસી માનસિકતાવાળા હોવાનું જણાવી રહ્યા છે, આ ઉપરાંત આ કથિત ઓડિયોમાં ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પૂર્વ કોર્પોરેટર, પૂર્વ ધારાસભ્યોના નામોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

26th tractor parade / ટ્રેક્ટર પરેડ હિંસામાં અત્યાર સુધી 38 વિરુદ્ધ FIR તેમજ 84 ધરપકડ

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ આ ઓડિયો ક્લિપ કોઈએ મિક્સ કરીને બનાવી હોવાનું જણાવ્યું છે.તેમજ તેમને બદનામ કરવાનો કીમિયો હોવાનું તેમને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે “આ ક્લિપમાં કોઈ દમ નથી. સામે કોઈ વ્યક્તિ બોલતું નથી. મેં કોઈને કશું કહ્યું નથી કે ગાળો આપી નથી.ચૂંટણી આવેલી અનેક લોકો આ પ્રકારે બદનામ કરવા માટે કીમિયા કરતા હોય છે.”જ્યારે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે “મારે આ અંગે કશું કહેવું નથી કારણ કે આ કેસ જૂની છે. ચૂંટણી આવી એટલે આ પ્રકારે વિખવાદ ઉભો કરવા માટે બધું બહાર આવતું હોય છે.”

cinema halls / ફિલ્મ રસિકો માટે ખુશીના સમાચાર, 100 ટકા કેપેસિટી સાથે ખુલશે સિનેમા હોલ, SOP જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…