Gujarat/ મોરબી હોનારત મામલે ઓરેવા કંપનીના MD જયસુખ પટેલની ટૂંક સમયમાં થશે ધરપકડ, પોલીસ પકડવા માટે હરિદ્વાર રવાના

ગુજરાતના મોરબીમાં ઝુલતા બ્રિજ તૂટી પડતા 135 લોકોના મોત નિપજયા હતા અને જેના લીધે સરકાર હરકતમાં આવી ગઇ હતી  અને આ મામલે ફટાફટ નિર્ણયો લીધા હતા.

Top Stories Gujarat
9 4 મોરબી હોનારત મામલે ઓરેવા કંપનીના MD જયસુખ પટેલની ટૂંક સમયમાં થશે ધરપકડ, પોલીસ પકડવા માટે હરિદ્વાર રવાના
  • મોરબી હોનારતમાં જયસુખ પટેલ પર કસાશે સકંજો
  • જયસુખ પટેલની ગમેત્યારે થઇ શકે ધરપકડ
  • ઓરેવા કંપનીનાં MD છે જયસુખ પટેલ
  • જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્ધારમાં હોવાની જાણકારી
  • લોકેશન ટ્રેસ કરી પોલીસ હરિદ્ધાર જવા રવાના
  • ગમે ત્યારે જયસુખ પટેલની થઇ શકે છે ધરપકડ
  • 135ના મોતના જવાબદારો સામે કાર્યવાહી

ગુજરાતના મોરબીમાં ઝુલતા બ્રિજ તૂટી પડતા 135 લોકોના મોત નિપજયા હતા અને જેના લીધે સરકાર હરકતમાં આવી ગઇ હતી  અને આ મામલે ફટાફટ નિર્ણયો લીધા હતા. આ ઘટનાનામાં જે કંપનીનો કોન્ટ્રાકટ હતો તેના માલિક જયસુખ પટેલ ફરાર થઇ ગયા હતા હવે પોલીસે તેમની ધરપકડ મામલે ચક્રો ગતિમાન કર્યા છે. આ જચસુખ પટેલ પોતાના પરિવાર સાથે હરિદ્વાર હોવાના સમાચાર સામે આવ્યા હતા જેને લઇને પોલીસ એકશનમાં આવી ગઇ છે. પોલીસ જયસુખની ઝરપકડ કરવા માટે હરિદ્વાર જવા રવાના થઇ છે. ગમે ત્યારે જયસુખની ધરપકડ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોના મોત થયા હતા. તો ઘણા લોકોને ઈજા પહોંચી હતી. દુર્ઘટના બાદ તંત્રએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. પાંચ દિવસ બાદ મોરબીમાં સર્ચ ઓપરેશન સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે