ઉડતા ગુજરાત/ વલસાડમાંથી ઝડપાયો લાખોની કિમતનો ગાંજો

વલસાડ ખાતેથી મોટી માત્રામાં ગાંજો ઝડપાયો છે. વલસાડ એલસીબીએ મળેલી બાતમીના આધારે આશરે ૨૫૦ કિલો ગાંજો ઝડપી પડ્યો છે. 

Gujarat Others
Untitled 39 2 વલસાડમાંથી ઝડપાયો લાખોની કિમતનો ગાંજો

ગુજરાત રાજ્યમાં માદક પદાર્થોના વેચાણનું પ્રમાણ છેલ્લા કેટલાક સમયથી અનેક ગણું વધી ગયું છે. ત્યારે વલસાડ ખાતેથી મોટી માત્રામાં ગાંજો ઝડપાયો છે. વલસાડ એલસીબીએ મળેલી બાતમીના આધારે આશરે ૨૫૦ કિલો ગાંજો ઝડપી પડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ એલસીબી વલસાડ નેશનલ હાઈ વે નંબર 48 પર ધમડાચી ખાતે મળેલી બાતમીના આધારે નાકાબંધી કરી હતી. અને નંબર વગરની કિયા સેટોસ ગાડીને અટકાવી હતી. પરંતુ ટ્રાફિક નો લાભ લઇ ગાડી ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો. જો કે આગળ જતા સુરત હાઈવે ઉપર આ ગાડીનો ચાલક ઝડપાયો હતો. ગાડીમાંથી 250 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત આશરે  25 લાખ જેટી થાય છે. તો નવી જ કિયા સેલટોસ ગાડી પણ જપ્ત કરવામાં આવી છે. જેની કિંમત 15 લાખ, જેટલી થાય છે. આમ કુલ 40 લાખ નો મુદ્દા માલ ઝડપાયો છે.