T20 World Cup/ T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી તૂટ્યું, શ્વાસ થામી દેતી આ મેચમાં ટીમ ઈન્ડિયા 5 રનથી હાર્યું

ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 5 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના…

Top Stories Sports
Womens T20 Worldcup

Womens T20 Worldcup: ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 5 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના 173 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ ઈન્ડિયા 8 વિકેટ ગુમાવીને 167 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ધમાકેદાર અંદાજમાં અડધી સદી ફટકારી હતી. તેણે 34 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જેમિમા રોડ્રિગ્ઝે 24 બોલમાં 43 રન ફટકારીને તોફાની ઇનિંગ રમી હતી.

173 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. મેગન શુટે શેફાલી વર્માને LBW આઉટ કર્યો છે. શેફાલી માત્ર 9 રન જ બનાવી શકી હતી. આ પછી સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના એશ્લે ગાર્ડનરનો શિકાર બની હતી. મંધાના માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતને ત્રીજો ઝટકો યાસ્તિકા ભાટિયાના રૂપમાં લાગ્યો હતો. યાસ્તિકા ભાટિયા રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ટીમને 97 રનના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. જેમિમા રોડ્રિગ્ઝ જે ઝડપી બેટિંગ કરી રહી હતી. ડાર્કી બ્રાઉને તેને પોતાનો શિકાર બનાવ્યો. જેમિમા 24 બોલમાં 43 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી હરમનપ્રીત કૌરે ભારતની આશા જીવંત રાખી હતી. હરમનપ્રીત કૌરે ધમાકેદાર રીતે ફિફ્ટી ફટકારી હતી. તેણે 34 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. પરંતુ તેણીએ તેની અડધી સદી ફટકારતાની સાથે જ હરમનપ્રીત રન ચોરી કરવાના પ્રયાસમાં રનઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાની જીતની આશા પર પાણી ફરી વળ્યું અને ભારતને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ટીમ માટે બેથ મૂનીએ 37 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મેગ લેનિંગે 49 અને એશ્લે ગાર્ડનરે 31 રનનું યોગદાન આપ્યું હતું. શિખા પાંડેએ 2 વિકેટ લીધી હતી. જ્યારે દીપ્તિ શર્મા અને રાધા યાદવને 1-1 સફળતા મળી હતી.

આ પણ વાંચો: astronomical event/મુન્દ્રામાં જોવા મળી અનોખી ખગોળીય ઘટના, શુક્ર-ચંદ્ર અને શનિ એક લાઈનમાં જોવા મળ્યા