Breaking News/કલોલની સિંટેક્ષ વેસ્પન ગ્રુપમાંથી 278 કામદારોને છૂટા કરાયા, કામદારોને વગર નોટીસે છુટા કરાતા કામદારોમાં ભારે રોષ, છુટા કરાયેલ કામદારો દ્વારા ન્યાય માટે કરી રહ્યા છે માંગ, કંપનીએ કોઈપણ આગોતરી જાણ કર્યા વગર કામદારોને છુટા કર્યા, મોટી સંખ્યામાં કામદારો કંપની પર પહોંચ્યા, ગેટ પર વાગ્યા તાળા, કામદારો ઉમટી પડતા કંપની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Breaking News/સુરત: ગૃહ મંત્રીના શહેરમાં ગુનેગારો બેફામ, ગુનેગારોએ મારામારીના વીડિયો સો. મીડિયા પર મુક્યા, અસામાજિક તત્વો ધાક જમવા વીડિયો કરે છે ઉપલોડ, રામ ભાઈ રજાડી નામના યુવાનનો વીડિયો વાયરલ, પોલીસના ડર ન હોય એ રીતે કરી રહયો છે મારામારી, જાહેરમાં ચપ્પુ લઈ મારામારી કરતો વીડિયો બનાવ્યો, રવિવારે યુવાન પર જીવલેણ હુમલો કર્યો
Breaking News/મહુવા: ઉત્તરાખંડ બસ દુર્ઘટના મામલો, મહુવાનું દંપતી બન્યું હતું અકસ્માતનો ભોગ, દંપતીના પાર્થિવ દેહોને વહેલી સવારે વતન લવાયા, ધર્મરથમાં શહેરના જાહેર માર્ગ પર નીકળી અંતિમ યાત્રા, મૃતકોના નિવાસસ્થાને બોહાળી સંખ્યામાં લોકો ઉમટયા, બ્રહ્મ સમાજ તેમજ શહેરના અનેક આગેવાનોની ઉપસ્થિતિ
Breaking News/અમદાવાદ મકાનનો અગાસીનો ભાગ ધરાશાઈ, દરિયાપુર લાખોટા પોળમાં બની ઘટના, ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી, ફાયરવિભાગે અગાસીનો કાટમાળ દૂર કર્યો, દુર્ઘટનામાં પાર્ક કરેલા વાહનોને થયું નુકસાન
Breaking News/વેરાવળમાં સરપંચ પુત્રની દાદાગીરી મામલો, ટોલના ભરવા મુદ્દે સરપંચના પુત્ર કરી હતી બબાલ, બીજ ગામના સરપંચના પુત્ર વિરુદ્ધ નોંધાયો ગુનો, અનિલ વાજા સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધાયો, ટોલ કર્મચારીઓ સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ
Breaking News/સુરત: ઉધનામાં એમ્બ્રોઇડરીના કારખાનામાં લાગી આગ, ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, આગને પગલે આકાશમાં છવાયા ધુમાડાના ગોટે ગોટા, ઓક્સિજન માસ્ક સાથે ફાયરના જવાનો અંદર ગયા, આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન, સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં
Breaking News/સુરત: તળાવમાંથી મળી યુવકની લાશ, અમરોલીના કોસાડ વિસ્તારની ઘટના, હમીરસિંહ ગોહિલ નામના યુવકની મળી લાશ, લાશ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, લાશને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
Breaking News/આણંદ કલેકટર હની ટ્રેપ મામલો, આજે ત્રણેય આરોપીઓના રિમાન્ડ થશે પૂર્ણ, આજે 11 વાગે 48 કલાકના રિમાન્ડ પૂર્ણ થસે, આરોપીઓના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થયા, આણંદ LCB હજુ વધુ રિમાન્ડની કરી શકે છે માંગ, આજે 11 વાગે કોર્ટ સમક્ષ આરોપીઓને રજૂ કરાશે, ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ માટે મંગાશે સમય, કેતકી વ્યાસ અને જયેશ પટેલને આજે કરી શકે છે સસ્પેન્ડ સપન પટેલ આણંદ
Breaking News/રાજકોટમાં જળાશયો પાસે ગંદકીના ગંજ, પીવાનું પાણી પૂરું પડતા જળાશયો પાસે જ ગંદકી, ન્યારી ડેમ પાસે કચરાના ઢગલા મળ્યા જોવા, શહેરમાં હાલ રોગચાડો પણ વકર્યો, કચરાના ઢગલા મનપા દ્વારા દૂર ન કરાયા, સામાજિક સંસ્થાઓ દ્વારા ન્યારી ડેમ સાફ કરાયો, અંદાજે 2 ટ્રક કચરો જળાશયમાંથી દૂર કર્યો
Breaking News/રાજકોટ: સોમનાથ સોસાયટીમાં બેકાબુ કાર મામલો, કારે 3 બાઇક અને શાકભાજી રેકડીને લીધી હતી અડફેટે, કાર ચાલક સામે મનુષ્યવધ પ્રયાસ હેઠળ નોંધાઈ ફરિયાદ, કાર ચાલક હેમુ ઉર્ફે કેવલ ગણોલિયા સામે નોંધાઈ ફરિયાદ