Not Set/ આપની કાર પણ આપી શકે છે 150 કિમીની એવરેજ, કરવો પડશે આટલો ફેરફાર

પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવની વચ્ચે મોદી સરકાર ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સહન આપી રહી છે. સરકારનો ઉદેશ્ય વર્ષ 2030 સુધીમાં દેશમાં 100 ટકા ઇલેક્ટ્રિક વાહનો શરૂ કરી દેવાનો છે, એવામાં તમારી પાસે પણ તક છે, કે તમે પણ તમારી જૂની કારને ઇલેક્ટ્રોનિક કારમાં કનવર્ટ કરી શકો છો. હૈદરાબાદની સ્ટર્ટઅપ કંપની ઇ-ટ્રાયો દેશની પહેલી એવી કંપની છે જેને […]

Trending Tech & Auto
Alto K10 WagonR और celerio..4 આપની કાર પણ આપી શકે છે 150 કિમીની એવરેજ, કરવો પડશે આટલો ફેરફાર

પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવની વચ્ચે મોદી સરકાર ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સહન આપી રહી છે. સરકારનો ઉદેશ્ય વર્ષ 2030 સુધીમાં દેશમાં 100 ટકા ઇલેક્ટ્રિક વાહનો શરૂ કરી દેવાનો છે, એવામાં તમારી પાસે પણ તક છે, કે તમે પણ તમારી જૂની કારને ઇલેક્ટ્રોનિક કારમાં કનવર્ટ કરી શકો છો.

હૈદરાબાદની સ્ટર્ટઅપ કંપની ઇ-ટ્રાયો દેશની પહેલી એવી કંપની છે જેને ઓટોમોટિવ રિસર્ચ એશોસિએશન ઓફ ઇન્ડિયાની માન્યતા મળી છે. આ કંપનીને મારૂતિ Alto અને Wagon ને ઇલેકેટ્રીક કારમાં કન્વર્ટ કરવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટમાં કંપની દ્વરા દાવો કરવામાં આવી રહ્યો છે, કે રેટ્રોફિટેડ અલ્ટો અને વેગન આરને સિંગલ ચાર્જમાં 150 કીમી સુધી ચલાવી શકાશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે આ વાહનો ગમે ત્યારે ચાર્જ કરી શકાય છે.

કંપનીની યોજનામાં 1 મહિનામાં 1000 કારને ઇલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરવાનો ટાર્ગેટ બનાવામાં આવ્યો છે કંપની પહેલા વર્ષે આશરે 5000 કંન્વેશનલ કારોને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરશે.