Not Set/ એન્ટીટેંક મિસાઈલ “હેલિના”નું પોખરણમાં કરવામાં આવ્યું સફળ પરીક્ષણ

જયપુર, રાજસ્થાનના જેસલમેર સ્થિત પોખરણમાં રવિવારે ભારતીય આર્મી દ્વારા એન્ટીટેંક મિસાઈલ “હેલિના”ના નવા વર્જનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટર દ્વારા દાગવામાં આવેલી આ મિસાઈલે સફળતાપૂર્વક પોતાના લક્ષ્યને હાંસલ કર્યું હતું. પાંચથી આઠ કિલોમીટર રેંજની આ મિસાઈલને પોતાના અચૂક નિશાનના કારણે “દાગો અને ભૂલી જાઓ” (ફાયર એન્ડ ફોરગોટ)નો દર્જો પ્રાપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, […]

India Trending
HELINA Missile એન્ટીટેંક મિસાઈલ "હેલિના"નું પોખરણમાં કરવામાં આવ્યું સફળ પરીક્ષણ

જયપુર,

રાજસ્થાનના જેસલમેર સ્થિત પોખરણમાં રવિવારે ભારતીય આર્મી દ્વારા એન્ટીટેંક મિસાઈલ “હેલિના”ના નવા વર્જનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટર દ્વારા દાગવામાં આવેલી આ મિસાઈલે સફળતાપૂર્વક પોતાના લક્ષ્યને હાંસલ કર્યું હતું.

પાંચથી આઠ કિલોમીટર રેંજની આ મિસાઈલને પોતાના અચૂક નિશાનના કારણે “દાગો અને ભૂલી જાઓ” (ફાયર એન્ડ ફોરગોટ)નો દર્જો પ્રાપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ વર્ષના અંતમાં આ મિસાઈલને સેનામાં શામેલ કરવામાં આવી શકે છે”. મિસાઈલના પરીક્ષણ સમયે DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) અને આર્મીના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.

એન્ટીટેંક મિસાઈલ "હેલિના"નું પોખરણમાં કરવામાં આવ્યું સફળ પરીક્ષણ

રક્ષા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ મિસાઈલ સિસ્ટમને ફૂલ રેંજ માટે ટેસ્ટ કરવામાં આવી છે. હેલિના મિસાઈલને લોન્ચિંગ પેડ પરથી ટાર્ગેટ સેટ કરીને છોડવામાં આવી હતી અને તેને પોતાનું ટાર્ગેટ ખુબ ચોકસાઈ પૂર્વક સાધ્યું હતું”.

ત્રણ વર્ષ પહેલા પણ કરાયું હતું મિસાઈલનું પરીક્ષણ  

એન્ટી ટેંક મિસાઈલ હેલિનાનું ત્રણ વર્ષ પહેલા પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે ત્રણમાંથી બે લક્ષ્ય જ ભેદી શકી હતી. ત્યારબાદ આ મિસાઈલમાં બીજા સુધારા કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ પરીક્ષણમાં પોતાના બંને લક્ષ્યને પૂરી રીતે ધ્વસ્ત કરવામાં સફળતા મળી છે.

આર્મીના ઓફિશિયલ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ, “આજે હેલિના મિસાઈલ દ્વારા ૫ કિલોમીટર લાંબા લક્ષ્યને ભેદવામાં આવ્યું છે, ત્યારબાદ હવે આગામી પરીક્ષણમાં આ લક્ષ્ય ૭ કિમીના અંતરે સાધવામાં આવશે. આ પ્રકારની મિસાઈલનું પરીક્ષણ દેશમાં પ્રથમવાર કરવામાં આવી રહ્યું છે”.

બીજી બાજુ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ મિસાઈલના સફળ પ્રક્ષેપણ બાદ DRDO અને આર્મીના અધિકારીઓને શુભેચ્છા આપી છે.

13lead3 એન્ટીટેંક મિસાઈલ "હેલિના"નું પોખરણમાં કરવામાં આવ્યું સફળ પરીક્ષણ

હેલિના મિસાઈલની વિશેષતા :

આ મિસાઈલ ઈમેજ દ્વારા સંકેત મળવાની સાથે જ ૨૩૦ મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે પોતાના લક્ષ્યને સાધી લે છે. આ મિસાઈલ માત્ર ૪૨ કિલોગ્રામની છે અને તેને વિકસિત કરવા પાછળ અત્યારસુધીમાં ૩૫૦ કરોડ રૂપિયાથી પણ વધુનું બજેટ લાગી ચુક્યું છે.

આ મિસાઈલ હલકી હોવાના કારણે પહાડી વિસ્તારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મેકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હિકલ દ્વારા લઇ જઈ શકાય છે.

આ ઉપરાંત હેલિના મિસાઈલ રાતમાં પણ પોતાનું અભેદ નિશાન સાધી શકે છે તેમજ પોતાની સાથે ૮ કિગ્રા જેટલો વિસ્ફોટક લઇ જવામાં સક્ષમ છે.