Not Set/ અમિત ચાવડાના આક્ષેપો પર રોજગારમંત્રીની પ્રતિક્રિયા, 80% મહિલાઓને પણ રોજગારી અપાઈ: દિલીપ ઠાકોર

ગાંધીનગર, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં 40 લાખ યુવાનો બેરોજગાર છે અને સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે એવા આક્ષેપો કર્યા હતા. જેનો જવાબ આપતા રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વર્ષોથી વાહિયાત આક્ષેપો કરવા ટેવાયેલી છે. 2017ની ચૂંટણી પહેલા પણ યુવાનોને વાયદાઓ કરી ભડકાવવામાં તે નિષ્ફળ ગઈ હતી. ત્યારબાદ તેમણે ગુજરાતમાં […]

Top Stories Gujarat Trending
Many celebrities celebrate independence day Parade in New York 6 અમિત ચાવડાના આક્ષેપો પર રોજગારમંત્રીની પ્રતિક્રિયા, 80% મહિલાઓને પણ રોજગારી અપાઈ: દિલીપ ઠાકોર

ગાંધીનગર,

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં 40 લાખ યુવાનો બેરોજગાર છે અને સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે એવા આક્ષેપો કર્યા હતા.

જેનો જવાબ આપતા રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વર્ષોથી વાહિયાત આક્ષેપો કરવા ટેવાયેલી છે. 2017ની ચૂંટણી પહેલા પણ યુવાનોને વાયદાઓ કરી ભડકાવવામાં તે નિષ્ફળ ગઈ હતી.

ત્યારબાદ તેમણે ગુજરાતમાં રોજગારીની પરીસ્થિતિ જણાવતા કહ્યું હતું કે, રોજગારીમાં ગુજરાત સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને 89% આપી ભારતમાં પ્રથમ રહ્યું છે.

તો રાજ્યમાં 80% મહિલાઓને પણ રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય રહ્યું છે. ચાલુ વર્ષે પણ જુલાઈ સુધીમાં સૌથી વધુ રોજગારી આપવાનું કામ અમારી સરકારે કર્યું છે.

રોજગાર કચેરીમાં લાઈવ રજીસ્ટરમાં નોંધણી જુલાઈ 2018 સુધી માં 5 લાખ 11 હજાર નોંધાયેલ છે. આમ તેમણે રોજગારીનો ચિતાર રજુ કર્યો હતો.