Not Set/ ઓટો/ Tata Motors આજે 4 કાર લોન્ચ કરશે, જાણો કિંમત

આજે ચાર નવી કાર લોન્ચ થવા જઇ રહી છે. કંપની 22 જાન્યુઆરીએ ટાટા નેક્સન, ટાટા ટિયાગો અને ટાટા ટિગોરનાં ફેસલિફ્ટ વર્જન લોન્ચ કરશે, સાથે સાથે નવા પ્રીમિયમ હેચબેક ટાટા અલ્ટ્રોઝ પણ આજે લોન્ચ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ટાટા અલ્ટ્રોઝને 3 ડિસેમ્બરે કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને તાજેતરમાં આ કારને વૈશ્વિક એનસીએપી […]

Tech & Auto
Auto ઓટો/ Tata Motors આજે 4 કાર લોન્ચ કરશે, જાણો કિંમત

આજે ચાર નવી કાર લોન્ચ થવા જઇ રહી છે. કંપની 22 જાન્યુઆરીએ ટાટા નેક્સન, ટાટા ટિયાગો અને ટાટા ટિગોરનાં ફેસલિફ્ટ વર્જન લોન્ચ કરશે, સાથે સાથે નવા પ્રીમિયમ હેચબેક ટાટા અલ્ટ્રોઝ પણ આજે લોન્ચ કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, ટાટા અલ્ટ્રોઝને 3 ડિસેમ્બરે કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને તાજેતરમાં આ કારને વૈશ્વિક એનસીએપી ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર મળ્યા હતા. આ તમામ ગાડીઓનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે.

ટાટા અલ્ટરોઝ પ્રારંભિક કિંમત રૂ. 5.50 લાખ …..

ટાટા અલ્ટ્રોઝ બે એન્જિન વિકલ્પોમાં આવશે – 86 બીએચપી પાવર સાથે 1.2 લિટર પેટ્રોલ અને 90 બીએચપી પાવર સાથે 1.5 લિટર ડીઝલ એન્જિનમાં આવશે. બંને એન્જિન BS6 કોમ્પ્લિઅન્ટ હશે અને કાર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે. ટાટા અલ્ટ્રોઝની સીધી સ્પર્ધા મારુતિ સુઝુકી બલેનો અને હ્યુન્ડાઇની એલાઇટ આઈ-20 સાથે થશે. આ કારની કિંમત રૂપિયા 5.50 લાખથી લઈને 8.50 લાખ રૂપિયા થઈ શકે છે.

ટાટા નેક્સન

અલ્ટ્રોઝ પછી જે કાર પર સૌથી વધુ નજર રહેશે તે છે ટાટા 2020 ટાટા નેક્સન ફેસલિફ્ટ. આ કારની ડિઝાઇન ટાટા નેક્સન ઇવી જેવી હશે. આ સબકોમ્પેક્ટ એસયુવી 1.2-લિટર પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ એન્જિન સાથે આવશે. કારની ડિઝાઇનમાં પરિવર્તનની સાથે કેટલીક નવી સુવિધાઓ પણ ઉમેરી શકાશે. નવા ટાટા નેક્સનની કિંમત 7 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયા થઈ શકે છે.

ટાટા ટિગોર એન્ડ ટિઆગો

વળી 2020 ટાટા ટિગોર અને ટાટા ટિઆગો ગાડીઓ BS6 1.2 લિટર પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર ડીઝલ સાથે આવશે. આ વાહનોમાં 6-સ્પીડ મેન્યુઅલ અને એએમટી વિકલ્પો મળી શકે છે. આ સિવાય પાછળથી કંપની સીએનજીનો વિકલ્પ પણ લાવી શકે છે. ટાટા ટિઆગો ફેસલિફ્ટની કિંમત 5 લાખ રૂપિયાથી 7 લાખ રૂપિયા અને ટાટા ટિગોર ફેસલિફ્ટની કિંમત 6 લાખ રૂપિયાથી લઈને 8 લાખ રૂપિયા હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.