Not Set/ સિયાચિનમાં બરફનાં તોફાનનાં કારણે સેનાનાં બે જવાન થયા શહિદ

બર્ફીલા તોફાનથી સિયાચિન ગ્લેશિયર પર તૈનાત ભારતીય સેનાનાં બે જવાન શહીદ થયા છે. જણાવી દઇએ કે આ ઘટના શનિવારે સિયાચિન ગ્લેશિયરની 18 હજાર ફૂટની ઉંચાઇએ પેટ્રોલિંગ દરમિયાન બની હતી. જે બાદ એવલાંચ બચાવ ટીમ તુરંત જ એક્શનમાં આવી ગઈ હતી અને પેટ્રોલીંગ પાર્ટીનાં તમામ સભ્યોને બહાર કાઠવામાં સફળ રહી હતી. દુર્ઘટનાની જાણ થતા એવલાંચ બચાવ […]

Top Stories India
images 33 સિયાચિનમાં બરફનાં તોફાનનાં કારણે સેનાનાં બે જવાન થયા શહિદ

બર્ફીલા તોફાનથી સિયાચિન ગ્લેશિયર પર તૈનાત ભારતીય સેનાનાં બે જવાન શહીદ થયા છે. જણાવી દઇએ કે આ ઘટના શનિવારે સિયાચિન ગ્લેશિયરની 18 હજાર ફૂટની ઉંચાઇએ પેટ્રોલિંગ દરમિયાન બની હતી. જે બાદ એવલાંચ બચાવ ટીમ તુરંત જ એક્શનમાં આવી ગઈ હતી અને પેટ્રોલીંગ પાર્ટીનાં તમામ સભ્યોને બહાર કાઠવામાં સફળ રહી હતી.

દુર્ઘટનાની જાણ થતા એવલાંચ બચાવ ટીમ (એઆરટી) તુરંત જ એક્શનમાં લાગી ગઈ હતી અને પેટ્રોલિંગ પાર્ટીનાં તમામ સભ્યોને બહાર કાઠવામાં સફળ રહી હતી. દરમિયાન, સૈન્યનાં હેલિકોપ્ટર દ્વારા સૈનિકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબી ટીમનાં તમામ પ્રયાસો છતાં સેનાનાં બે જવાનોનાં જીવ બચાવી શકાયા નહીં.

આ અગાઉ 18 નવેમ્બરનાં રોજ સિયાચિન ગ્લેશિયરમાં ભારતીય સૈન્યની પોસ્ટ બર્ફીલા તોફાનમાં ફસાઇ ગઇ હતી. આ ઘટનામાં ચાર સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે બે સ્થાનિક નાગરિકો મૃત્યુ પામ્યા હતા. તે દિવસે તોફાનમાં 8 સભ્યોની પેટ્રોલિંગ ટીમ ફસાઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.