Gallantry Award 2023/ ઝૂમ ડોગને મળ્યો એવોર્ડ, આતંકવાદીઓની બે ગોળી વાગી છંતા પણ લડતો રહ્યો

ભારતીય સેનાના ડોગ ‘ઝૂમ’ ને બહાદુરી માટે વીરતા પુરસ્કાર મળ્યો. સેનાના હુમલાખોર ડોગ ઝૂમની મદદથી, 9 ઓક્ટોબરની મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા

Top Stories India
4 3 24 ઝૂમ ડોગને મળ્યો એવોર્ડ, આતંકવાદીઓની બે ગોળી વાગી છંતા પણ લડતો રહ્યો

Gallantry Award 2023:  ભારતીય સેનાના ડોગ ‘ઝૂમ’ ને બહાદુરી માટે વીરતા પુરસ્કાર મળ્યો. સેનાના હુમલાખોર ડોગ ઝૂમની મદદથી, 9 ઓક્ટોબરની મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ દરમિયાન ઝૂમને બે ગોળીઓ વાગી હતી અને સારવાર દરમિયાન ડોગ મૃત્યુ પામ્યું હતું.

આર્મી ડોગ ‘ઝૂમ’ને (Gallantry Award 2023) અનંતનાગના કોકરનાગમાં જ્યાં આતંકીઓ છુપાયેલા હતા તે ઘર ખાલી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કૂતરો તે ઘરની અંદર ગયો અને આતંકવાદીઓ પર હુમલો કર્યો. ઓપરેશન દરમિયાન ડોગને બે વખત ગોળી વાગી હતી અને તે ઘાયલ થયો હતો. ‘ઝૂમ લડતો રહ્યો’ અધિકારીઓએ કહ્યું હતું કે ઝૂમે આતંકવાદીઓને ઓળખ્યા પછી હુમલો કર્યો, જે દરમિયાન તેને બે ગોળી વાગી, પરંતુ તે લડતો રહ્યો. તેમણે કહ્યું કે ઝૂમ લડતો રહ્યો અને તેનું કાર્ય પૂર્ણ કર્યું, જેના પરિણામે બે આતંકવાદીઓ માર્યા ગયા.

 (Gallantry Award 2023) આર્મી એસોલ્ટ ડોગ ઝૂમનું 13 ઓક્ટોબરે મૃત્યુ થયું હતું. સેનાએ કહ્યું હતું કે ઝૂમની સ્થિતિ સુધરી રહી છે અને તે સારી પ્રતિક્રિયા પણ આપી હતી પરંતુ અચાનક તે હાંફવા લાગ્યો અને પછી તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે જેમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં ઝૂમ ઉપરાંત બે જવાન પણ ઘાયલ થયા હતા, અઢી વર્ષનો ઝૂમ છેલ્લા લગભગ 10 મહિનાથી ભારતીય સેનાના 15 કોર્પ્સના એસોલ્ટ યુનિટ સાથે સંકળાયેલો હતો.આ ઘટનામાં ઝૂમ મૃત્યું પામ્યો હતો. 

padma awards/પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત, ડૉ દિલીપ મહાલનોબિસને પદ્મ વિભૂષણ

Republic day/પ્રજાસત્તાક દિને 6 શૂરવીરોને કીર્તિ ચક્ર, 15ને શૌર્ય સન્માન, 412 વીરતા પુરસ્કારોની જાહેરાત