Suicide Case/ આયેશાના પિતા લિયાકત અલીનો આક્રોશ, કોઈ રૂમ ભરીને પૈસા આપે તો પણ દીકરીના હત્યારાને માફ નહીં કરું

સોશિયલ મીડિયાના માધ્યમથી મોતનો આખરી વિડીયો પોસ્ટ કરી દુનિયાને અલવિદા કહેનાર આયેશાની આજે સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે.સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરનારી વટવાની આયેશાએ તેના અંતિમ વીડિયોમાં પતિને ભલે માફી આપી હોય, પરંતુ તેના

Gujarat
aayesha with father આયેશાના પિતા લિયાકત અલીનો આક્રોશ, કોઈ રૂમ ભરીને પૈસા આપે તો પણ દીકરીના હત્યારાને માફ નહીં કરું

સોશિયલ મીડિયાના માધ્યમથી મોતનો આખરી વિડીયો પોસ્ટ કરી દુનિયાને અલવિદા કહેનાર આયેશાની આજે સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે.સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરનારી વટવાની આયેશાએ તેના અંતિમ વીડિયોમાં પતિને ભલે માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી તેને માફ કરવા તૈયાર નથી. આયેશાના પિતાએ કહ્યું હતું કે ‘મને કોઈ રૂમ ભરીને પૈસા આપે તોપણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી દોજખ બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે, તેને ક્યારેય માફ નહિ કરું.’

Politics / મમતા બેનર્જી સાથે તેજસ્વી યાદવે કરી મુલાકાત, બંગાળમાં TMC સાથે સમર્થનનું કર્યું એલાન

aayesha liyakat ali આયેશાના પિતા લિયાકત અલીનો આક્રોશ, કોઈ રૂમ ભરીને પૈસા આપે તો પણ દીકરીના હત્યારાને માફ નહીં કરું

Political / પ્રશાંત કિશોર બન્યા પંજાબના CM અમરિન્દરના મુખ્યસલાહકાર અને કેબિનેટ મંત્રી, 1 રૂપિયા પગારમાં કરશે કામ

આયેશાના હચમચાવી નાખે તેવા મોત બાદ તેના પિતા લિયાકત અલી ભારે ગુસ્સામાં છે.લિયાકતઅલી મકરાણીએ વધુમાં જણાવ્યું હતું કે મારી દીકરીની જિંદગીને દોજખ બનાવી તેને આત્મહત્યા માટે મજબૂર કરનારા તેના પતિને હું ક્યારેય માફ નહીં કરું. મારી દીકરીને દહેજ માટે એટલો ત્રાસ અપાતો હતો કે તેને સતત ત્રણ દિવસ સુધી તેનાં સાસરિયાંએ જમવાનું આપ્યું ન હતું. તે ફોન કરીને અમને કહી ન શકે એ માટે તેનો ફોન પણ છીનવી લીધો હતો. આયેશાએ કોઈના ફોન પરથી મને કોલ કરીને કહ્યું હતું કે મેં ત્રણ દિવસથી કશું ખાધું નથી, મને આ લોકો પરેશાન કરે છે.

આઇશા ઉર્ફે સોનુના 2018માં રાજસ્થાનના ઝાલોરના આરીફ ખાન સાથે લગ્ન થયા હતા

એ વખતે આઈશાએ મને એમ પણ કહ્યું હતું કે પપ્પા, હું એટલી હદે કંટાળી ગઈ છું કે હું આત્મહત્યા કરી લઈશ. આ સાંભળી હું હચમચી ગયો હતો. હું ઝાલોર ગયો અને તેને લઈ અમદાવાદ આવી ગયો હતો. ગઈ 21 ઓગસ્ટે વટવામાં આયેશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો. હું ક્યારેય મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરનારને માફ નહિ કરું. મારે ન્યાય જોઈએ છે.

Vaccination / રાજકોટમાં સંતો-મહંતો અને મહાનુભાવોએ મુકાવી રસી, મુખ્યમંત્રી રૂપાણીનો માન્યો આભાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…