Politics/ ગુજરાત કોંગ્રેસના યુથ પ્રમુખ તરીકે આ નેતાની કરવામાં આવી વરણી

ગુજરાત કોંગ્રેસના  યુથ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ગુજરાત કોંગ્રેસમાં ભારે ચકચાર મચી જવા પામી છે

Top Stories Gujarat
1 28 ગુજરાત કોંગ્રેસના યુથ પ્રમુખ તરીકે આ નેતાની કરવામાં આવી વરણી

ગુજરાત કોંગ્રેસના  યુથ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ગુજરાત કોંગ્રેસમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોતાના રાજીનામામાં વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર અનેક આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષમાં જૂથવાદ વકર્યો છે. પાર્ટીની મુખ્ય ઓફિસોમાં ગાંધી પરિવારની અંધભક્તિ થાય છે.કોંગ્રેસે આ મામલે રાહ જોયા વગર સત્વરે નિર્ણય લઇને હરપાલ સિંહ ચુડાસમાની કોંગ્રસ યુથ તરીકે નિમણૂંક કરૂ દીધી છે. 13 3 ગુજરાત કોંગ્રેસના યુથ પ્રમુખ તરીકે આ નેતાની કરવામાં આવી વરણી

ઉલ્લેખનીય છે કે હાલ કોંગ્રેસની સ્થિતિ વધુ પેચીદી બની છે એક બાજુ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામા પડવાના સિલસિલા અવિરત રીત ચાલી રહ્યા છે. એક સાંધે તેર તૂટે તેવી સ્થિતિ હાલ કોંગ્રેસની છે, હાલ કોંગ્રેસ સત્તાપક્ષ સામે ગ્રાઉન્ડ પર ઉતરી છે. અને આવતીકાલે કોંગ્રેસનો સૈાથી મોટો કાર્યક્મ છે જેમા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ આી રહ્યા છે તે સમયે જ યુથ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપી દીધું હતું.