Not Set/ દાંડી યાત્રાની શરૂઆત થાય તે પહેલાં જ કોંગ્રેસના નેતાઓને કરાયા નજરકેદ

આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમથી દાંડી યાત્રાનો પ્રારંભ કરવાના છે અને આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લેવાના છે

Top Stories Gujarat Others
am 5 દાંડી યાત્રાની શરૂઆત થાય તે પહેલાં જ કોંગ્રેસના નેતાઓને કરાયા નજરકેદ

આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમથી દાંડી યાત્રાનો પ્રારંભ કરવાના છે અને આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લેવાના છે, ત્યારે આ પહેલા જ પોલીસે ગાંધીનગરમાં મોટી કાર્યવાહી કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ પોલીસે કોંગ્રેસના નેતાઓને નજરકેદ કર્યા છે. આ નેતાઓમાં અમિત ચાવડા, ઋત્વિક મકવાણા સહિતના નેતાઓને નજરકેદ કરાયા છે. આ સાથે સાથે દાંડી યાત્રા કરનારા નેતાઓની ઘરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોના બ્લાસ્ટ, 14,317 કેસ નોંધાતા ફરી લોકડાઉનની શક્યતા

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર લખ્યો હતો. રાજ્યપાલ દરમિયાનગીરી કરી મંજૂરી અપાવે તેવી કોંગ્રેસની રજુઆત  કરવામાં આવી હતી. નવા 3 કૃષિકાયદાના વિરોધ માટે કોંગ્રેસે દાંડીકૂચના પથ પર કર્યું ટ્રેકટર યાત્રાનું આયોજન આજે દાંડીકુચના ઐતિહાસિક પ્રસંગે પ્રદેશ કોંગ્રેસે દાંડીયાત્રા મોકૂફ કરી છે. પોલીસે કોંગ્રેસના કાર્યક્રમની મંજૂરી ન આપતાં પ્રદેશ કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખ્યો. કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને દાંડીયાત્રા મોકૂફ રહ્યાના મેસેજ કર્યા.. પાલડી કોચરબ આશ્રમથી દાંડી સુધી કોંગ્રેસે યાત્રાનું આયોજન કર્યું હતું.

Gujarat : અમિત ચાવડા કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ રહેશે Amit Chavda to function as working GPCC president till new president is appointed | TV9 ...

આપને જણાવી દઈએ કે, આ વર્ષે ભારત આઝાદ થયાના 75 વર્ષ પુરા થઈ રહ્યા છે અને સાથે સાથે રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા કરાયેલી દાંડીયાત્રા ને પણ 91 વર્ષ થઈ રહ્યા છે, જેને અનુલક્ષીને સરકારે આઝાદી કા મહોત્સવ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીએમ મોદી અમદાવાદમાં આશરે 2 કલાક જેટલો સમય રોકાશે અને દાંડીયાત્રાનું પ્રસ્થાન પણ કરાવશે.

આ પણ વાંચો : ભારત, અમેરિકા સહિતના દેશના નેતાઓની મળશે બેઠક, આ મામલે થશે સઘન ચર્ચા

આજે વડાપ્રધાનના આગમન બાદ શું હશે તેઓનો ઘટનાક્રમ

ભારતની આઝાદીના 75માં વર્ષે ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. તેઓ અહીંથી દાંડી યાત્રાનો પ્રારંભ પણ કરાવશે.

પીએમ મોદી શુક્રવારે સવારે 8.30 કલાકે દિલ્હીથી નિકળશે અને 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.

ત્યારબાદ પીએમ 10.30 કલાકે સાબરમતિ આશ્રમ પહોંચશે. અહીં બપોરે 12.15 કલાક સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાલ વેશે.

પીએમ નરેન્દ્ર મોદી આશરે બે કલાક અમદાવાદમાં રહેવાના  છે.

પીએમ મોદીના આગમન પહેલા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સુરતમાં બાઈક પર સ્ટંટ કર્યું યુવક યુવતીને પડ્યું ભારે, કરાઈ ધરપકડ