Not Set/ #ICC World Cup: ભલે હાર્યા પણ “બાપુ”એ રંગ રાખ્યો

ભારત Vs ન્યુઝિલેન્ડનાં સેમી ફાઇનલમાં ભારત 18 રને ન્યૂઝીલેન્ડ સામે ભારે લડત બાદ હારી જતા વિશ્વ કપમાં થી બહાર ફેકાઇ ગયું છે. ભારતીય ક્રિકેટ પ્રમીઓ દ્રારા મેચ બાદ એક જ પ્રતિક્રિયા ઠેરઠેર જોવા મળી અને તે હતી કે “ભલે હાર્યા પણ બાપુ એટલે કે રવિન્દ્ર જાડેજાએ રંગ રાખ્યો” અને ભારતીય ટીમને નાલેશી ભરી હારમાંથી સન્માન જનક […]

Top Stories Sports
Ravindra Jadeja 1 #ICC World Cup: ભલે હાર્યા પણ "બાપુ"એ રંગ રાખ્યો

ભારત Vs ન્યુઝિલેન્ડનાં સેમી ફાઇનલમાં ભારત 18 રને ન્યૂઝીલેન્ડ સામે ભારે લડત બાદ હારી જતા વિશ્વ કપમાં થી બહાર ફેકાઇ ગયું છે. ભારતીય ક્રિકેટ પ્રમીઓ દ્રારા મેચ બાદ એક જ પ્રતિક્રિયા ઠેરઠેર જોવા મળી અને તે હતી કે “ભલે હાર્યા પણ બાપુ એટલે કે રવિન્દ્ર જાડેજાએ રંગ રાખ્યો” અને ભારતીય ટીમને નાલેશી ભરી હારમાંથી સન્માન જનક હાર સુધી પોતાનાં ખંભે ઉચકીને લઇ આવ્યો.

વાત પણ બિલકુલ સાચી છે જાડેજા દ્રારા કરવામા આવેલી બેબાંક બેટીંગનાં કારણે એક સમયે લગભગ હારી ગયેલી જોવામાં આવતી મેચમાં ભારતની જીતની આશા પણ જીવંત થઇ હતી અને ભારત એક સમયે આશાનીથી મેચ જીતી લેશે તેવુ પણ ગણીત જોવામા આવી રહ્યું હતું. પરંતુ આ તો ખેલ છે અને ખેલમાં શું થશે તે અનુમાન લગાવવું મુશ્કેલ જ નહી પરંતુ નામુમકીન પણ છે તે આ મેચા ફરી સાબિત કરી બતાવ્યું છે.

c1 #ICC World Cup: ભલે હાર્યા પણ "બાપુ"એ રંગ રાખ્યો

 

સેમી ફાઇનલનો આવો રહ્યો ક્રિકેટ ક્રમ………

#ICC World Cup 2019નાં આજનાં મુકાબલાની પ્રથમ સેમિ-ફાઇનલનાં રિઝર્વ ડેનાં દિવસે ન્યૂઝીલેન્ડ દ્રારા પોતાની પારી કાલે વરસાદને કારણે પડતી મુકાયેલી સ્થિતિથી ફરી આજે શરુ કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને જીત માટે 240 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતની ટીમને શરુઆતમાં જ એક પછી એક મોટા ઝટકા ખમવા પડતા પ્રથમ 3 ધુરંધર બેસ્ટમેનો, રાહિત, રાહુલ અને કોહલી 1-1 રન બનાવી પેવેલિયન પહોંચી ગયા હતા. ભારતીય ટીમને જે બેસ્ટમેનો પર મોટા પ્રમાણમાં મદાર હોય છે તેવા બેસ્ટમેનો ટપો ટપ આઉટ થઇ જતા એક સમયે ભારતનો સ્કોર 24 રન પર 4 વિકેટનો હતો.

jadeja #ICC World Cup: ભલે હાર્યા પણ "બાપુ"એ રંગ રાખ્યો

હ્રદય પંડ્ય અને ઋષભ પેંત દ્રારા બાજી સંભાળી સારી ભાગીદારી સાથે તુંં જા હું આવુંની સ્થિતિ પર બ્રેક મારવામા આવી હતી. પેંત 32 રન પર આઉટ થતા મહેન્દ્રાસિંહ ઘોની મેદાન પર આવ્યો. હાર્દિક અને ધોની દ્રારા ધીમેધીમે પારીને સંભાળવામાં આવી હતી. પડ્યાની વિકેટ જતા ભારતને 6ઠ્ઠો ઝટકો લાગ્યો અને તેનું સ્થાન રવિન્દ્ર જાડેજાએ લીઘું.

જાડેજા દ્રારા ભારતીય પારીને ફરી જીત તરફ ખેંચી લાવવામા આવી અને ભારતીય ટીમનો રકાસ થતો અટકાવવાની સાથે સાથે જાડેજા અને ધોનીએ માચને ભારતની જીત તરફ મક્કમ ગતી કરાવી જીતની નજીક લાવી દીધી હતી. જાડેજા દ્રારા કુલ 59 દડામાં 77 રનનું મુલ્યાવાન યોગદાન આપવામા આવ્યું. આપને જણાવી દઇએ કે રવિન્દ્ર જાડેજાએ સેમી ફાઇન્લમાં ઓલ રાઉન્ડર  પ્રફોર્મન્શ આપ્યું આઉટ સ્ટેનડીંગ ફિલ્ડીંગ, જોરદાર બોલીંગ અને અસંભવ કેચની સાથે સાથે ટેન્શન યુક્ત નાજીક પરિસ્થિતિમાં ધુંઆધાર બેટીંગ કાબીલે તારીફ કહી શકાય.

jadeja2 #ICC World Cup: ભલે હાર્યા પણ "બાપુ"એ રંગ રાખ્યો

77 રન પર જાડેજા કેચ આઉટ થતા ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ફરી ટેન્શનની મુદ્રામાં જોવા મળ્યા. ધોની હજુ પણ મેદાનમાં હોવાથી એક સમયે 24 બેલમાં 42 રન ભારત કરી લેશે તેવી આશા સર્વત્ર જોવા મળી રહી હતી. પરંતુ ધોની પોતાનો 72મો બોલ રમતા 50 રન પર ડારેક્ટ હિટ સાથે રન આઉટ થઇ જતા અંધકાર છવાય ગયો હતો. અને ધોનીની જગ્યા પર આવેલા ભૂનેશ્વકુમાર આઉટ થતા સમયે ભારતને 22 રનની જરૂર હતી. મેદાન પર બુમરાહ અને ચહલ રમી રહ્યા હતા. ચહલ દ્રારા એક ચોક્કા સાથે 5 રન કરવામાં આવ્યા બાદ કેચ આઇટ થઇ જતા ભારત 18 રનથી ન્યૂઝીલેન્ડ સામેની સેમી ફાઇનલ હારતા વિશ્વ કપ ક્રિકેટમાંથી બહાર ફેંકાય ગયું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.