Not Set/ સંસદમાં આઝમ ખાને રમા દેવીની બિનશરતી માંગી માફી, કહ્યુ મારો કહેવાનો એ અર્થ નહતો

સંસદમાં આઝમ ખાન દ્વારા અધ્યક્ષ રમા દેવીને બોલવામાં આવેલ શબ્દો ફરી પરત થતા આઝમ ખાનનાં જ કાનમાં વાગી રહ્યા હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આજે ત્રિપલ તલાક પર લોકસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન એસપીનાં સાંસદ આઝમ ખાને તેના અપમાનજનક નિવેદન પર બિનશરતી માંફી માંગી છે. આઝમ ખાને જણાવ્યું હતું કે, સમગ્ર સદન તેના આચરણને જાણે […]

India
azam khan and rama devi સંસદમાં આઝમ ખાને રમા દેવીની બિનશરતી માંગી માફી, કહ્યુ મારો કહેવાનો એ અર્થ નહતો

સંસદમાં આઝમ ખાન દ્વારા અધ્યક્ષ રમા દેવીને બોલવામાં આવેલ શબ્દો ફરી પરત થતા આઝમ ખાનનાં જ કાનમાં વાગી રહ્યા હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આજે ત્રિપલ તલાક પર લોકસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન એસપીનાં સાંસદ આઝમ ખાને તેના અપમાનજનક નિવેદન પર બિનશરતી માંફી માંગી છે. આઝમ ખાને જણાવ્યું હતું કે, સમગ્ર સદન તેના આચરણને જાણે છે, રમા દેવી મારી બહેનની જેમ છે અને મારો હેતુ તેમની ભાવનાને તકલીફ પહોંચાડવાનો નથી. તે વાત અલગ છે કે જ્યારે અખિલેશ યાદવ આઝમ ખાન વતી બોલવા માટે ઊભા થયા, ત્યારે ભાજપનાં એમપી રમાદેવીએ તેમને ચેતવણી આપી હતી.

રમા દેવીએ કહ્યું કે આઝમ ખાન વારંવાર ભૂલ કરનાર શખ્સ છે. તેઓ સંસદની બહાર મહિલાઓ વિશે શું કહે છે તે આખું દેશ જાણે છે, તેથી તેમને કાળજીપૂર્વક બોલવાની જરૂર છે. રમા દેવીએ કહ્યું કે અખિલેશ યાદવ કેમ વારંવાર બોલતા હોય છે, તે યોગ્ય વાત નથી.

આઝમ ખાને સંસદમાં બે વખત માંફી માંગી. એ વાત જુદી છે કે આઝમ ખામ ગૃહમાં માંફી માંગી રહ્યા હતા, ત્યારે અખિલેશ યાદવે ઉન્નાવ કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે યુપીમાં શું થઈ રહ્યું છે. યોગી સરકાર બહેન દિકરીઓને સલામત માહોલ પ્રદાન કરવાની વાત કરે છે. પરંતુ રવિવારે રાયબરેલીમાં પીડિત પરિવાર સાથે શું થયું. સમાજવાદી પાર્ટીની માંગ છે કે આ મામલે સીબીઆઈ તપાસ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.