Surat/ B.COM છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન, જાણો શું છે કારણ

ધ્રુવ સોમપુરા, સુરત – મંતવ્ય ન્યૂઝ આજનાં ભાગદૌડ ભર્યા વાતાવરણમાં તણાવ એ લોકોનાં જીવન જાણે હિસ્સો બની ગયો છે. ત્યારે ખાસ કરીને આજનો યુવાવર્ગ જ્યારે તણાવમાં આવી જાય છે ત્યારે તે કોઇ એવુ પગલુ ભરી દે છે જે તેના પરિવારજનો માટે દુખદ સાબિત થાય છે. આવુ જ કઇક અડાજણની યુવતીએ કર્યુ છે. અડાજણમાં આજે સવારે […]

Gujarat Surat
corona 69 B.COM છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન, જાણો શું છે કારણ

ધ્રુવ સોમપુરા, સુરત – મંતવ્ય ન્યૂઝ

આજનાં ભાગદૌડ ભર્યા વાતાવરણમાં તણાવ એ લોકોનાં જીવન જાણે હિસ્સો બની ગયો છે. ત્યારે ખાસ કરીને આજનો યુવાવર્ગ જ્યારે તણાવમાં આવી જાય છે ત્યારે તે કોઇ એવુ પગલુ ભરી દે છે જે તેના પરિવારજનો માટે દુખદ સાબિત થાય છે. આવુ જ કઇક અડાજણની યુવતીએ કર્યુ છે. અડાજણમાં આજે સવારે યુવતીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું દીધુ છે. જો કે તેની સગાઈ તૂટી ગયા બાદ ટેન્શનમાં રહેતી હોવાથી આવુ પગલું ભર્યું હોવાનુ સામે આવી રહ્યુ છે.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ અડાજણમાં આવેલા આહુરા નગર સોસાયટીમાં રહેતી 20 વર્ષીય વિશ્વા ચંદ્રકાંત પટેલ આજે સવારે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઇ જીવન સંકેલી લીધુ હતુ. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિશ્વા વેસુ ખાતેની ડી આર બી કોલેજમાં બી.કોમ.નાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જો કે તેની થોડા સમય પહેલા સગાઈ તૂટી ગઈ હતી, ત્યારથી ટેન્શનમાં રહેતી હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળી. તેનો એક મોટો ભાઈ છે તેના પિતા સ્કૂલવાનની વર્દી મારે છે. તેની પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે માં આઈ ડોન્ટ નો વાય આઈ, હું મારી મરજીથી કરું છું કોઈને હેરાન કરતા નહીં. આ અંગે અડાજણ પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો