Delhi/ બાબા કા ઢાબાનાં ‘બાબા’ એ ખોલી પોતાની નવી રેસ્ટોરન્ટ, તમે પણ જુઓ

બાબા કા ઢાબાની દિલ્હી સહિત આમ તો દેશભરમાં ખૂબ ચર્ચા થઈ હતી. થોડા મહિના પહેલા આ ઢાબાના માલિક કાંતા પ્રસાદ (બાબા) ગ્રાહક ન આવવાના કારણે રડી પડ્યા હતા.

India Trending
baba ka restaurant બાબા કા ઢાબાનાં 'બાબા' એ ખોલી પોતાની નવી રેસ્ટોરન્ટ, તમે પણ જુઓ

બાબા કા ઢાબાની દિલ્હી સહિત આમ તો દેશભરમાં ખૂબ ચર્ચા થઈ હતી. થોડા મહિના પહેલા આ ઢાબાના માલિક કાંતા પ્રસાદ (બાબા) ગ્રાહક ન આવવાના કારણે રડી પડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ લોકો તેમની મદદ માટે આવ્યા હતા. આલમ એ હતો કે, બાબાના ખાલી ઢાબામાં ગ્રાહકોની લાઇન લાગવા લાગી હતી. હવે બાબા કાંતા પ્રસાદે ઢાબા પાસે એક નવી રેસ્ટોરન્ટ ખોલી છે.

બાબા કાંતા પ્રસાદના નવા ઢાબામાં ફર્નિચરથી માંડીને સ્ટાફ સુધિની વ્યવસ્થા છે. બાબાએ આ રેસ્ટોરન્ટમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. આ નવી રેસ્ટોરન્ટમાં એક અલગ કાઉન્ટર પણ છે, જ્યાં કાંતા પ્રસાદ આનંદથી બેસે છે. રસોઈની સાથે સાથે તેઓ હવેથી એકાઉન્ટ પણ જોશે. તેમની નવી રેસ્ટોરન્ટમાં કિચન પણ ખૂબ મોટું છે. ફક્ત બાબા જ રસોઈ બનાવશે, પરંતુ મદદ માટે તેણે મદદગાર પણ રાખ્યા છે.

સોશિયલ મીડિયા પર બાબા કા ઢાબાનાં 4 ફોટા શેર કરવામાં આવ્યા છે. એક તસ્વીરમાં જોઇ શકાય છે કે બાબા કાંતા પ્રસાદ કાઉન્ટર પર બેઠા છે. બીજા ચિત્રમાં રેસ્ટોરન્ટનો આંતરિક ભાગ બતાવવામાં આવ્યો છે. ત્રીજા ચિત્રમાં રસોડું બતાવવામાં આવ્યું છે. આ મામલે બાબાએ કહ્યું, ‘કે હુ ખૂબ જ ખુશ છુ. ભગવાને મને આશીર્વાદ આપ્યા છે. હું લોકોની મદદ બદલ તેમનો આભાર માનું છું. હું તેમને મારી રેસ્ટોરન્ટની મુલાકાત લેવા અપીલ કરું છું. અમે અહીં ભારતીય અને ચીની વાનગીઓ પીરસીશું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…