Tollywood/ બબીતાજી થયા ગુસ્સે, કહ્યુ- હવે હુ દેશની દિકરી કહેતા પણ શરમ અનુભવુ છું

ગુસ્સો વ્યક્ત કરતાં તેણે લખ્યું છે કે, આવુ બધુ થયા બાદ તે પોતાને દેશની પુત્રી કહેતા શરમ અનુભવે છે. એટલું જ નહીં, મુનમુન મીડિયા પર પણ ઘણો ગુસ્સે થઇ હતી.

Entertainment
1 197 બબીતાજી થયા ગુસ્સે, કહ્યુ- હવે હુ દેશની દિકરી કહેતા પણ શરમ અનુભવુ છું

તાજેતરમાં જ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા ​​જીનાં પાત્ર માટે પ્રખ્યાત મુનમુન દત્તાનાં અફેર વિશે મીડિયામાં સમાચાર આવ્યા હતા. આ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, મુનમુન દત્તાનું રાજ અનડકટ સાથે અફેર છે, જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુનું પાત્ર ભજવે છે. હવે 9 વર્ષ નાના રાજને ડેટ કરવાના સમાચારો પર મુનમુનની પ્રતિક્રિયા સામે આવી છે અને તેણે તેને એકદમ બકવાસ ગણાવી છે. ગુસ્સો વ્યક્ત કરતાં તેણે લખ્યું છે કે, આવુ બધુ થયા બાદ તે પોતાને દેશની પુત્રી કહેતા શરમ અનુભવે છે.

આ પણ વાંચો –Political / રાહુલ ગાંધીનો કટાક્ષ – ભાજપે એવો વિકાસ કર્યો કે હવે Sunday શું અને Monday શું?

મુનમુને તેના ઓપન લેટરમાં લખ્યું છે કે ‘સામાન્ય લોકો માટે, મેં તમારી પાસેથી કંઈક સારી અપેક્ષા રાખી હતી, પરંતુ તમે કોમેન્ટ બોક્સ વિભાગમાં જે ગંદકી વરસાવી છે તે વાંચ્યા પછી, તે સાબિત થાય છે કે આપણે શિક્ષિત થયા પછી પણ એક એવા સમાજનો ભાગ છીએ. જે સતત નીચે પડી રહ્યુ છે. મહિલાઓને સતત તમારા હાસ્ય માટે તેમની ઉંમરથી શરમમાં મુકવામાં આવે છે. આ રીતે તમારા જોક્સને કારણે કોઈનાં જીવનમાં શું થાય છે, તે કોઈને પણ માનસિક રીતે તોડવા માટે પૂરતું છે. આ વાતની ચિંતા તમને ક્યારે થશે નહી, હુ છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરું છું. પરંતુ મારા સન્માનને ઠેસ પહોંચાડવામાં લોકોને 13 મિનિટનો સમય લાગ્યો નહીં. આગળ મુનમુન લખે છે કે, ‘હવે પછી જ્યારે કોઈ વ્યક્તિ એટલો હતાશ હોય કે જે પોતાનો જીવ લેવા માંગે, તો ઉભા રહેજો અને એકવાર વિચાર કરજો કે તમારા શબ્દો તેને અંત તરફ લઈ જઈ રહ્યા છે કે નહીં. ‘આજે હું મારી જાતને ભારતની પુત્રી કહેતા શરમ અનુભવું છું.’ એટલું જ નહીં, મુનમુન મીડિયા પર પણ ઘણો ગુસ્સે થઇ હતી. જણાવી દઇએ કે, તાજેતરમાં મુનમુન દત્તા અને રાજ અડકટની ડેટિંગનાં સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા હતા. એવા અહેવાલો હતા કે મુનમુન રાજ અનડકટને ડેટ કરી રહી છે, જે તેનાથી 9 વર્ષ નાનો છે. જે બાદ મુનમુને એક ઓપન લેટર લખ્યો અને મીડિયાનો ક્લાસ શરૂ કર્યો.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – નહી સુધરે / ફેસબુકનાં CEO ને લઇને આ શું બોલી ગયા ટ્રમ્પ, કહ્યુ- જ્યારે હુ રાષ્ટ્રપતિ હતો ત્યારે જુકરબર્ગ મારી…

આ પોસ્ટમાં તેમણે અફેરનાં સમાચારાને ખોટા અને જુઠી અફવાઓ ફેલાવતા પત્રકારત્વને ઠપકો આપ્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યુ મીડિયા અને ઝીરો ક્રેડિબિલિટીવાળા પત્રકાર. તમને કોઈની અંગત જિંદગી વિશેની કાલ્પનિક વસ્તુઓ પ્રકાશિત કરવાની સ્વતંત્રતા કોણે આપી છે અને તે પણ તેમની સંમતિ વિના? શું આ પ્રકારની વર્તણૂક અન્ય વ્યક્તિની છબીને નુકસાન પહોંચાડે છે તે માટે તમે જવાબદાર હશો? તાજેતરમાં ટીઆરપી માટે પોતાનો દીકરો ગુમાવનાર મહિલાને પણ તમે છોડતા નથી. તમે સનસનાટીભર્યા સમાચારો માટે તમારી મર્યાદા ઓળંગી ગયા છો. આ કારણે, શું તમે તેમના જીવનમાં આવેલા તોફાનોની જવાબદારી લઈ શકો છો? જો નહીં, તો તમને શરમ આવવી જોઈએ. મુનમુન દત્તાએ વર્ષ 2005 માં ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી તેમને ઘણી લોકપ્રિયતા મળી. મુનમુન પોતાના નિવેદનો માટે ઘણી વખત ચર્ચામાં રહી છે. જોકે, આ વખતે જ્યારે 33 વર્ષીય મુનમુનને 24 વર્ષના રાજ સાથેના અફેર વિશે કહેવામાં આવ્યું ત્યારે તેણે ઉગ્રતાથી દરેકને સત્ય કહ્યું.