Not Set/ નાસિકમાં થયા લતા મંગેશકરના અસ્થિ વિસર્જન, પરિવાર ટૂંક સમયમાં આ 2 સ્થળોએ પહોંચશે

લતાજીની અસ્થિઓનું નાશિકના રામકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, અહેવાલો અનુસાર, કાશી સ્થિત ગંગામાં લતા મંગેશકરની અસ્થિનું વિસર્જન કરવામાં આવશે.

Trending Entertainment
અસ્થિ વિસર્જન

સ્વર કોકિલા લતા મંગેશકરની અસ્થિઓનું ગુરુવારે નાશિકના ગોદાવરીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. લતાજીના પરિવારે ગોદાવરી ઘાટ પર અસ્થિ વિસર્જન કર્યું હતું. આ દરમિયાન તેમના ભત્રીજા આદિનાથે ધાર્મિક રિવાજો અનુસાર કળશથી અસ્થિ નદીમાં વિસર્જિત કરી હતી. જણાવી દઈએ કે લતાજીનું 6 ફેબ્રુઆરીએ 92 વર્ષની વયે અવસાન થયું હતું. શિવાજી પાર્કમાં લતાજીના સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સોમવારે સવારે લતા મંગેશકરના પરિવાર દ્વારા અસ્થિ એકત્ર કરવામાં આવી હતી. અહીં લતા મંગેશકરની અસ્થિઓને ત્રણ કળશમાં મૂકીને આદિનાથને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : તો શું અક્ષય કુમારે બચ્ચન પાંડે માટે લીધા આટલા કરોડ, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ

નાસિક સહિત આ 3 સ્થળોએ થશે અસ્થિ વિસર્જન  

લતાજીની અસ્થિઓનું નાશિકના રામકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, અહેવાલો અનુસાર, કાશી સ્થિત ગંગામાં લતા મંગેશકરની અસ્થિનું વિસર્જન કરવામાં આવશે. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહી શકે છે. આ ઉપરાંત હરિદ્વારમાં લતા મંગેશકરની અસ્થિ પણ પધરાવવામાં આવશે.

Instagram will load in the frontend.

ભાઈ હૃદયનાથે આપ્યો હતો અગ્નિદાહ

જણાવી દઈએ કે લતાજીને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે અગ્નિદાહ આપ્યો હતો. લતા મંગેશકર 5 ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. તેમના પરિવારના તમામ લોકો સંગીતની દુનિયા સાથે જોડાયેલા છે. લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકર મરાઠી થિયેટરના કુશળ કલાકાર અને ગાયક હતા. દીનાનાથની પત્નીનું નામ સેવંતી હતું. તેમને 5 બાળકો હતા, જેમાંથી સૌથી મોટા લતા મંગેશકર હતા. તેમના પછી મીના ખાડીકર, આશા ભોસલે, ઉષા મંગેશકર અને સૌથી નાના હૃદયનાથ મંગેશકર છે. લતા મંગેશકરના પિતા પંડિત દીનાનાથ મંગેશકરનું 1942માં અવસાન થયું હતું. તે સમયે લતા મંગેશકર માત્ર 13 વર્ષના હતા.

92 વર્ષીય લતાજીનું નામ નોંધાયું છે ગિનિસ બુકમાં

લતાજીએ 28 સપ્ટેમ્બરે પોતાનો 92મો જન્મદિવસ ઉજવ્યો હતો. 2001માં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ આપવામાં આવ્યો હતો. તેમણે 36 ભારતીય ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. લતાજીને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો ઉપરાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ઓફિસર ઓફ ધ લીજન ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 1948 થી 1974 દરમિયાન 25 હજારથી વધુ ગીતો ગાયા. 1974 માં, ગિનિસ બુક ઑફ રેકોર્ડ્સે તેમને ઇતિહાસમાં સૌથી વધુ સંખ્યામાં ગીતો રેકોર્ડ કરનાર પ્રથમ કલાકાર તરીકે સ્થાન આપ્યું હતું.

આ પણ વાંચો :અભિનેતા અમોલ પાલેકર પુણેની હોસ્પિટલમાં દાખલ, જાણો હવે કેવી છે તેમની તબિયત

આ પણ વાંચો :મુંબઈમાં ઈન્ટરનેશનલ મ્યુઝિક કોલેજનું નામ લતા મંગેશકરના નામ પર રાખવામાં આવશે

આ પણ વાંચો : તેલુગુ સિનેમા કમાણીના મામલે દેશમાં નંબર વન બની ગયું,જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો :ફરી એકવાર આદિત્ય પંચોલી વિવાદમાં, ફિલ્મ પ્રોડ્યુસરે નોંધાવી ફરિયાદ, હોટેલમાં બોલાવી કરી મારપીટ