Not Set/ બાબરી મસ્જીદ ધ્વંસ કેસનો ચુકાદો 9 મહિનામાં આપી દેવા સુપ્રિમ કોર્ટનો આદેશ

  દિલ્હી બાબરી મસ્જીદ ધ્વંસ કેસમાં સુપ્રિમ કોર્ટે શુક્રવારે મહત્વના નિર્દેશો કર્યા હતા.આ  કેસમાં ભાજપના ટોચના નેતાઓ એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી તથા અન્ય સામેના સુપ્રિમ કોર્ટમાં સુનવણી ચાલે છે.સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસ અંગે ટ્રાયલ કોર્ટ નવ માસની અંદર ચુકાદો આપે. સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીસ રોહિંગ્ટન ફલી નરિમાન અને જસ્ટીસ […]

Top Stories India
babri masjid બાબરી મસ્જીદ ધ્વંસ કેસનો ચુકાદો 9 મહિનામાં આપી દેવા સુપ્રિમ કોર્ટનો આદેશ

 

દિલ્હી

બાબરી મસ્જીદ ધ્વંસ કેસમાં સુપ્રિમ કોર્ટે શુક્રવારે મહત્વના નિર્દેશો કર્યા હતા.આ  કેસમાં ભાજપના ટોચના નેતાઓ એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી તથા અન્ય સામેના સુપ્રિમ કોર્ટમાં સુનવણી ચાલે છે.સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસ અંગે ટ્રાયલ કોર્ટ નવ માસની અંદર ચુકાદો આપે.

સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીસ રોહિંગ્ટન ફલી નરિમાન અને જસ્ટીસ સુર્યકાંતે નિર્દેશો આપતા કહ્યું કે પુરાવાની તપાસ 6 મહિનામાં પુરી કરવામાં આવે અને આ કેસનો ચુકાદો 9 મહિના સુધીમાં જાહેર કરવામાં આવે.

લખનૌની સીબીઈઆઈ કોર્ટના જજ એસ. કે. યાદવ આ કેસનો ટ્રાયલ ચલાવી રહ્યાં છે. તેઓ તા. 30મી સપ્ટેમ્બર 2019ના નિવૃત્ત થશે. તેમણે સર્વોચ્ચ અદાલતને પત્ર લખી માગ કરી હતી કે તેમને સુનાવણી માટે વધુ સમય આપવામાં આવે.

જો કે  સર્વોચ્ચ અદાલતે સુનાવણી કરી રહેલા જજ એસ. કે. યાદવનો કાર્યકાળ લંબાવવા માટે પણ ઉત્તર પ્રદેશની સરકારને નિર્દેશ આપ્યા છે.

તા. 19 એપ્રિલ 2017ના દિવસે સર્વોચ્ચ અદાલતે રાજકીય રીતે સંવેદનશીલ એવા બાબરી વિધ્વંસ કેસની ડે-ટૂ-ડે ટ્રાયલ ચલાવવા તથા બે વર્ષની અંદર સુનાવણી પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યા હતા.

એ સમયે સર્વોચ્ચ અદાલતે બાબરી વિધ્વંસની ઘટનાને અપરાધ ઠેરવીને તેને દેશના બિનસાંપ્રદાયિક બંધારણ ઉપર કુઠારાઘાત  સમાન ઠેરવી હતી.

એ સમયે ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય મંત્રી કલ્યાણસિંહ હાલમાં રાજસ્થાનના રાજ્યપાલ છે, એટલે તેમને બંધારણીય રક્ષણ મળેલું હોવાથી જ્યાં સુધી રાજ્યપાલ પદે રહે તેમને બંધારણીય રક્ષણ મળશે.

આ કેસમાં વિનય કટિયાર, સાધ્વી ઋતુંભરા,ઉમા ભારતી તથા વિષ્ણુ હરિ દાલમિયા પણ આરોપી છે. તેમની સામે રાય બરેલીમાં સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો. જેને લખનૌના એડિશનલ સેશન્સ જજ (અયોધ્યા બાબતો)ને ટ્રાન્સફર કરી દેવાયો હતો.