Lifestyle: ઘરની લાડકી દીકરી (Daughter)ના નાના પગલાંના અણસારથી જ ઘરમાં એક વિશેષ માહોલ સર્જાઇ જાય છે! ઘણા લોકો પોતાની પુત્રી કે પુત્રના પગમાં કાળો દોરો બાંધે છે તો ઘણા નાનકડી પરીસમાન દીકરીને પગ (Feet)માં ચાંદીની પાયલ પહેરાવવાનું પસંદ કરતા હોય છે. વાસ્તવમાં ચાંદીની મનમોહક ડિઝાઇન વાળી ચાંદીની ઝાંઝરી (Baby Girl Silver Anklet) જ્યારે નાનકડા પગને સજાવે છે ત્યારે એના મીઠડાં રણકારથી ઘરઆંગણાને ખુશીઓથી ભરી દે છે!
ચાંદીની પાયલ પર લાગેલી નાજુક ધૂધરીઓ સાથે બાળકો (Children)નો ચંચળ સ્વભાવ પણ મૅચ થાય છે. તમે કનૈયાના કે બાળ રાધા (Balkrishna-Radha)ના ફોટા જોયા હશે એ સમયે તો પુત્ર હોવા યશોદા માતા (Yashoda Mata) એના પગમાં પાયલ પહેરાવતા હતા અને કાનુડા અને રાધાની કિલકારીઓથી ગોકુળ-વૃંદાવન અને બરસાના ચહેકતું હતું એવું કથાઓમાં વર્ણન છે!

લાડકી દીકરીને પહેરાવો ચાંદીની પાયલ (Baby Girl Silver Anklet)
તમે પણ કોઇ તહેવાર અથવા વિશેષ પ્રસંગે (Festival or Function) પગમાં ચાંદીની પાયલ (Baby Girl Silver Anklet) પહેરાવી શકો છો. અહિં અમે તમારી બેબી ગર્લ માટે અમુક ટ્રેન્ડી પાયલ ડિઝાઇન (Trendy Payal Designs) દર્શાવવા જઇ રહ્યાં છીએ જે જોઇને તમે પણ તમારી પણ નાનકડી બાળકીના નાજુક સુંદર પગને સજાવી શકો છો.
આ ચાંદીની પાયલમાં રિચ લુક (Rich Look) આવશે. એમાં બારીક નકશીકામ કરવા સાથે ધૂધરીઓ પણ લગાવેલી છે જેથી એનું સૌંદર્ય ઓર વધી જાય છે! આ ડિઝાઇન દરેક આઉટફિટ સાથે સરળતાથી મૅચ થઇ જશે અને તમારી નાનકડી પરી માટે આ ડિઝાઇન ઘણો જ ઉત્તમ વિકલ્પ રહેશે.

આ ચાંદીની પાયલ સાદી પરંતુ બેહદ એલિગન્ટ ડિઝાઇન દેખાશે. ગોળ બનાવટ અને નાના-નાના ધૂધરા એને ક્લાસિક લુક (Classic Look) આપે છે. એ વજનમાં હળવી અને મજબૂત હોવાથી નાનકડા બાળકોના પગ માટે અત્યંત આરામદાયક સાબિત થશે. આ પાયલને તમે દરરોજ પહેરાવશો તો પણ વાંધો નહિં આવે!

આ પ્રકારની ઝાંઝરી (Baby Girl Silver Anklet)માં એકદમ બારીક કારીગરીની સાથોસાથ ઘૂઘરીઓની એક મનોહર હાર જોવા મળે છે. આ પાયલ પહેર્યા પછી જ્યારે તમારી નાનકડી બાળકી પગલાં ભરશે ત્યારે એનો મધુર અવાજ ઘરમાં ગૂંજી ઉઠશે! આ ઉપરાંત, એમાં પારંપરિક ડિઝાઇન (Traditional Design) હોવાને કારણે તહેવારો અને કૌટુંબિક પ્રસંગો માટે તદ્દન પરફેક્ટ રહેશે!
નાનકડા પગમાં સજેલી આ પાયલ (Baby Girl Silver Anklet) અત્યંત મનમોહક અને આકર્ષક જણાય છે. પાતળી ચેઇન અને સાઇડમાં નાની ઘૂઘરીના લટકણને કારણે એનો ઉઠાવ સુંદર બને છે. તમારી લાડકી પરીને તમે એ પહેરાવીને સજાવી શકો છો!
આ પણ વાંચો: શિયાળામાં નાના બાળકોને શી રીતે નવડાવવા?…ઠંડીથી ભૂલકાંને બચાવો…જાણો સ્વાસ્થ્ય સુરક્ષા ટિપ્સ વિશે..!
આ પણ વાંચો: શરદી અને ઉધરસના ઘરગથ્થુ ઉપચારથી બાળકો અને વડીલો રહેશે સ્વસ્થ
આ પણ વાંચો: બાળક માતાના ગર્ભમાં 9 મહિના જ કેમ રહે છે? માત્ર વિજ્ઞાન નહીં, શાસ્ત્રોમાં પણ છુપાયેલું છે તેનું અદભુત રહસ્ય!
