Not Set/ મોબાઈલ ફાટવાના કારણે બાળકની હથેળી ઉડી, જાણો આવી ઘટનાઓનું કારણ શું છે

અજ્ઞાનતાને કારણે મોટે ભાગે મોબાઈલ ફાટવાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ બહુ ઓછી માહિતી સાથે આવી ઘટનાઓ ટાળી શકાય છે. મોબાઈલ ફોનથી ચેડા કરવામાં બાળકોને બહુ મઝા આવે છે. આવી જ એક ઘટનામાં મોબાઈલની બેટરી ફૂટતા બાળકના જમણા હાથની હથેળીમાં ઈજા થઈ છે. અને તેને રાત્રે ગંભીર હાલતમાં બુર્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ […]

India
26 11 2019 મોબાઈલ ફાટવાના કારણે બાળકની હથેળી ઉડી, જાણો આવી ઘટનાઓનું કારણ શું છે

અજ્ઞાનતાને કારણે મોટે ભાગે મોબાઈલ ફાટવાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ બહુ ઓછી માહિતી સાથે આવી ઘટનાઓ ટાળી શકાય છે. મોબાઈલ ફોનથી ચેડા કરવામાં બાળકોને બહુ મઝા આવે છે. આવી જ એક ઘટનામાં મોબાઈલની બેટરી ફૂટતા બાળકના જમણા હાથની હથેળીમાં ઈજા થઈ છે. અને તેને રાત્રે ગંભીર હાલતમાં બુર્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના રવિવારે બાલનગીર જિલ્લાના લોંઇસાળા પોલીસ મથક હેઠળના કંડજુરી ગામમાં બની હતી. ગામના સુશીલ તાંડીનો આઠ વર્ષનો પુત્ર આદર્શ તાંડી રવિવારે પિતાના મોબાઈલ ફોનથી રમતો રમી રહ્યો હતો. ત્યારે અચાનક મોબાઈલ ફૂટ્યો અને આદર્શના જમણા હાથની હથેળી ઉડી ગઈ હતી. તેની જાંઘ પણ ઘાયલ થઈ ગઈ. આદર્શને તાત્કાલિક સારવાર માટે લોરેન્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને બુરલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આદર્શ ત્રીજા ધોરણનો વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઓડિશામાં અગાઉ પણ મોબાઇલ ફોનના વિસ્ફોટના કારણે યુવકના મોત થયાના સમાચાર મળ્યા હતા, અગાઉ પણ જગતસિંહપુર જિલ્લામાં એક મજુર નું મોબાઈલની બેટરી ફતવાને કરને મોત થયું હતું. મૃતક મજૂરી કામ કરતો હતો, રાત્રે ચાર્જિંગ પર મોબાઈલ મૂકીને સૂઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી, અચાનક મોબાઈલ ફાટ્યો હતો, આ માહિતી પ્રકાશમાં આવી ત્યારે સુઈ રહેલા અન્ય મજૂરો એ જણાવ્યું હતું કે, તેઓ સાથે સૂતા હતા, તેઓએ કુનાના ઓરડામાંથી ધુમાડો નીકળતો જોયો, અને અંદર ગયા અને જોયું કે કુનાના ચહેરા અને અન્ય ભાગ બળી ગયા છે અને તે મૃત્યુ પામ્યો હતો. કામદારોએ તુરંત પોલીસને ઘટનાની જાણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.