Not Set/ સપ્ટેમ્બર મહિનામાં Bjaj Auto નાં કુલ વેચાણમાં આવ્યો 20 ટકાનો ઘટાડો

સપ્ટેમ્બરમાં બજાજ ઓટોનું કુલ વેચાણ 20 ટકા ઘટીને 4,02,035 એકમ પર પહોંચી ગયું છે. કંપનીએ મંગળવારે આ માહિતી આપતા કહ્યુ કે,  ગયા વર્ષે સમાન મહિનામાં કંપનીએ 5,02,009 વાહનોનું વેચાણ કર્યું હતું. બજાજ ઓટોએ શેર બજારને જણાવ્યું હતું કે, તેનું સ્થાનિક બજાર વેચાણ ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં 31 ટકા ઘટીને 2,15,501 વાહનો પર પહોંચ્યું છે. એક વર્ષ […]

Tech & Auto
517 bajaj auto સપ્ટેમ્બર મહિનામાં Bjaj Auto નાં કુલ વેચાણમાં આવ્યો 20 ટકાનો ઘટાડો

સપ્ટેમ્બરમાં બજાજ ઓટોનું કુલ વેચાણ 20 ટકા ઘટીને 4,02,035 એકમ પર પહોંચી ગયું છે. કંપનીએ મંગળવારે આ માહિતી આપતા કહ્યુ કે,  ગયા વર્ષે સમાન મહિનામાં કંપનીએ 5,02,009 વાહનોનું વેચાણ કર્યું હતું.

બજાજ ઓટોએ શેર બજારને જણાવ્યું હતું કે, તેનું સ્થાનિક બજાર વેચાણ ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં 31 ટકા ઘટીને 2,15,501 વાહનો પર પહોંચ્યું છે. એક વર્ષ પહેલા સમાન મહિનામાં તેણે 3,11,503 યુનિટ વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, મોટરસાઇકલનું વેચાણ 22 ટકા ઘટીને 3,36,730 યુનિટ પર રહ્યુ. તેમણે એક વર્ષ પહેલા સમાન મહિનામાં 4,30,939 મોટરસાયકલો વેચી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, કમર્શિયલ વાહનોનું વેચાણ સપ્ટેમ્બર 2018 માં 71,070 યુનિટથી ઘટીને સપ્ટેમ્બર 2019 માં 65,305 યુનિટ થયું છે. આ સમયગાળા દરમિયાન આઠ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

સપ્ટેમ્બરમાં બજાજની નિકાસ બે ટકા ઘટીને 1,86,534 વાહનોની રહી. એક વર્ષ પહેલા સમાન મહિનામાં તેણે 1,90,506 વાહનોની નિકાસ કરી હતી.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.