નિર્ણય/ રાત્રી કરફ્યુ દરમ્યાન એમ્બ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ તો બીજી બાજુ ઓક્સિજન પ્લાન્ટ પર સરકાર રાખશે સીધું મોનીટરીંગ : વિજય રૂપાણી

લોકોમાં હવે કોરોના વાઈરસનો ડર ઘર કરી રહ્યો છે. લોકોમાં ડરનું વાતાવરણ નાં સર્જાય એ માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાત્રી કર્ફ્યું દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ મુક્યો છે.

Top Stories Gujarat Others Trending
sidhdhpur 9 રાત્રી કરફ્યુ દરમ્યાન એમ્બ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ તો બીજી બાજુ ઓક્સિજન પ્લાન્ટ પર સરકાર રાખશે સીધું મોનીટરીંગ : વિજય રૂપાણી

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપને લઇ ૨૦ થી વધુ શહેરોમાં રાત્રી કર્ફ્યું નાખી દેવામાં આવ્યો છે. તો કેટલાક શહેરોમાં સ્વયંભુ કર્ફ્યુંની અથવા તો લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં રસ્તા પર જ્યાં પણ નજર પડે એમ્બ્યુલન્સ જ નજરે પડી રહી છે.

લોકોમાં હવે કોરોના વાઈરસનો ડર ઘર કરી રહ્યો છે. લોકોમાં ડરનું વાતાવરણ નાં સર્જાય એ માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાત્રી કર્ફ્યું દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ મુક્યો છે. તો સાથે ખાનગી એમ્બ્યુલન્સના સાયરન લગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે.

રાત્રી દરમિયાન ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ અપાઈ છે. એમ્બ્યુલન્સના સાયરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે. રાજ્યમાં ડરનો માહોલ ઉભો ન થાય તે માટે સંવેદનશીલ મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Medical Oxygen Gas Plant

તો બીજી બાજુ કોરોનાનાસતત વધતા કેસને કારને રાજ્યમાં ઘણા સ્થળો પર ઓક્સીજન ની અછત ઉભી થયા ના અહેવાલ પણ મળી રહ્યા છે. જેને પગલે રાજ્યમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ પર સરકારનું સીધું મોનીટરીંગ રાખવા સુચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓક્સીજન પ્લાન્ટ પર સરકારના મોનિટરિંગના આદેશ આપ્યા છે. દરેક ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી અધિકારીની નિમણુંક કરાઈ છે. હવે થી ઓક્સિજન સપ્લાય પર સરકારની સીધી નજર રહેશે. ઓક્સિજન સપ્લાય વાહન પર ઓક્સિજન પ્લાન્ટથી હોસ્પિટલ સુધી પોલીસ મોનીટરીંગ રાખશે.

હાલ રાજ્યમાં 800 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ છે. કોરોનાને લીધે ઓક્સિજનનો વપરાશ વધ્યો છે.  અન્ય રાજ્ય ઓક્સિજન જથ્થાની માંગ કરી રહ્યા છે. અન્ય રાજ્યને ઓક્સિજન જથ્થો ન આપવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે.