ગુજરાત/ ચોમાસામાં તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવેશ પર પ્રતિબંધ

ચોમાસા દરમ્યાન ૧૫ જૂનથી ૧૫ ઑક્ટોબર સુધી ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 06 07T201952.089 ચોમાસામાં તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવેશ પર પ્રતિબંધ

ચોમાસા દરમ્યાન ૧૫ જૂનથી ૧૫ ઑક્ટોબર સુધી ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ૧૬ ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ થશે.

વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ-૨૮ અને ૩૩ની જોગવાઇ મુજબ ચોમાસા દરમ્યાન ૧૫ જૂનથી ૧૫ ઑક્ટોબર દરમિયાન ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોઈ, જેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ગુજરાતનાં તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે સૂચના આપવામાં આવી છે.

૧૬ ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવાના રહેશે, એમ પણ રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન એન. શ્રીવાસ્તવની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત