Not Set/ સાવલી / એન્જિનિયરિંગના 18 વર્ષીય વિદ્યાર્થીએ પંખે લટકી હોસ્ટેલમાં જ કરી આત્મહત્યા

સાવલી હાલોલ રોડ પર કે.જે આઈ ટી એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં 18 વર્ષીય વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર પંખે લટકીને કોલેજની હોસ્ટેલમાં જ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સાવલી પોલીસે મૃતદેહનો કબજો લઇ જરૂરી તપાસ હાથ ધરી છે. સાવલી હાલોલ રોડ પર કે.જે આઈ ટી એન્જિનિયરિંગ નામની કોલેજ આવેલી છે. […]

Gujarat Vadodara
ફાંસી સાવલી / એન્જિનિયરિંગના 18 વર્ષીય વિદ્યાર્થીએ પંખે લટકી હોસ્ટેલમાં જ કરી આત્મહત્યા

સાવલી હાલોલ રોડ પર કે.જે આઈ ટી એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં 18 વર્ષીય વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર પંખે લટકીને કોલેજની હોસ્ટેલમાં જ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સાવલી પોલીસે મૃતદેહનો કબજો લઇ જરૂરી તપાસ હાથ ધરી છે.

સાવલી હાલોલ રોડ પર કે.જે આઈ ટી એન્જિનિયરિંગ નામની કોલેજ આવેલી છે. રાજ્યના વિવિધ જિલ્લાના બાળકો વિવિધ બ્રાન્ચો માં અભ્યાસ કરી રહ્યા છે. તેવામાં ગતરોજ મોડી સાંજના મિકેનિકલ બ્રાન્ચના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં રોનક રણજીતભાઈ બસી રહે. ભંભોરી તા. જી. દાહોદ ઉવ 18 ના ઓએ ગત રોજ પોતાની હોસ્ટેલ માં કપડા સુકવવાની દોરી વડે પંખા સાથે બાંધી  ગાળિયો બનાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર કોલેજ કેમ્પસમાં ભારે ગમગીની પ્રસરી ગઇ હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ અને કોલેજ સત્તાવાળાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની જાણ વાયુવેગે તાલુકામાં પ્રસરી જતાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. કોલેજ સત્તાવાળાઓએ મૃતકના પરિવારજનો તેમજ સાવલી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી.

મૃતકની લાશનો કબજો લઇ હાલ પૂરતો અકસ્માતે મોતનો ગુનો રજીસ્ટર્ડ કરી જરૂરી તપાસ હાથ ધરી છે અને પીએમ કરાવી મોતનું ચોક્કસ કારણ શોધવા તજવીજ હાથ ધરી છે. જ્યારે મૃતકના પરિવારજનો સમગ્ર ઘટના બાબતે ભારે સ્તબ્ધ થઈ ગયા હતા અને મૃતકના મોત બાબતે શંકા કુશંકા વ્યક્ત કરી હતી.

પરિવારજનોએ આ બાબતે કઈ જ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે કોલેજ કેમ્પસમાં જ આત્મહત્યાના બનાવથી અન્ય વિદ્યાર્થીઓ માં પણ ડર ની લાગણી પ્રસરી ગઇ હતી. મૃતકના મોત હાલ એક કોયડા સમાન બનીને રહી ગયું છે સાવલી પોલીસે મોબાઇલ કોલ ડીટેલ તેમજ અન્ય પાસાઓ પર સઘન તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.