Not Set/ કેળાં ખાજો લીમીટમાં,નહીં તો આવા રોગના ભોગ બનવું પડશે

અમદાવાદ, જો તમે એનર્જી અને વજન ઘટાડી દેવા માટે દિવસભરની જરૂરી ડાઇટને કેળા ખાઇને રિપ્લેસ કરી રહ્યા છો તો તમારી આ ટેવ બદલવાની જરૂર છે. એનર્જી અને વજન ઘટાડી દેવા માટે જો દિવસ દરમિયાનની જરૂરી ડાઇટને માત્ર કેળા ખાઇને રિપ્લેસ કરી રહ્યા છો તો તે ખોટી ટેવ છે. ફાઇબર અને અન્ય પોષક તત્વોથી ભરપુર કેળા […]

Food Health & Fitness
bananas કેળાં ખાજો લીમીટમાં,નહીં તો આવા રોગના ભોગ બનવું પડશે

અમદાવાદ,

જો તમે એનર્જી અને વજન ઘટાડી દેવા માટે દિવસભરની જરૂરી ડાઇટને કેળા ખાઇને રિપ્લેસ કરી રહ્યા છો તો તમારી આ ટેવ બદલવાની જરૂર છે.

એનર્જી અને વજન ઘટાડી દેવા માટે જો દિવસ દરમિયાનની જરૂરી ડાઇટને માત્ર કેળા ખાઇને રિપ્લેસ કરી રહ્યા છો તો તે ખોટી ટેવ છે. ફાઇબર અને અન્ય પોષક તત્વોથી ભરપુર કેળા વધારે પ્રમાણમાં ખાવાથી કેટલીક સમસ્યા ઉભી થઇ શકે છે. માત્ર કેળા ખાવાનો અર્થ છે કે પ્રોટીન અને ફેટની કમી. કેળામાં અમિનો એસિડટાયરોસિનનુ પ્રમાણ હોય છે. જેને શરીર ટાયરામાઇનમાં ફેરવી નાંખે છે. ટાઇરામાઇન માઇગ્રેનની સમસ્યાને વધારે છે.

આ ઉપરાંત કેળામાં સ્ટાર્ચ હોય છે. જે દાંતને પણ નુકસાન કરવાનુ કામ કરે છે. તેમાં વિટામિન બી-૬ પણ હોય છે. જેનુ વધારે પ્રમાણ તંત્રિકા તંત્ર માટે હાનિકારક હોય છે. અસ્થમાના દર્દીઓને કેળાનુ વધારે પ્રમાણમાં ઉપયોગ ન કરવાની સલાહ નિષ્ણાંત તબીબો આપે છે. તેના કારણે શ્વાસ લેવાની તકલીફમાં વધારો થઇ શકે છે. એલર્જી પણ થઇ શકે છે.

તમામ લોકો સારી રીતે જાણે છે કે અમારા શરીરને સંતુલિત પ્રમાણમાં પોષક તત્વોની જરૂર હોય છે. ડાઇટમાં વધારે કેળા લેવાથી બીજી ચીજો ખાવાની જગ્યા બચતી નથી. જેથી શરીરને પુરતા પ્રમાણમાં સંતુલિત પૌષણ તત્વો મળી શકતા નથી. હાઇ કૈલોરી પુડ હોવાના કારણે કેળાનો વધારે પ્રમાણમાં ઉપયોગ વજન વધારી શકે છે. બે કરતા વધારે કેળાના ઉપયોગથી ૩૦૦થી વધારે કેલરી પ્રાપ્ત કરે છે.

આવી સ્થિતીમાં જો તમે દિવસ દરમિયાન બીજા કોઇ ફળ ખાઇ રહ્યા નથી તો બે કરતા વધારે કેળાનો ઉપયોગ કરવો જોઉએ નહી. કેળામાં એક પ્રકારના અમીનો એસિડ ટિપ્ટોફન હોય છે. જે આપને સારી ઉંઘ લેવામાં મદદ કરે છે. પરંતુ કેળામાં રહેલા કાર્બોહાઇડ્રેટ અમીનો એસિડને દિમાગ સુધી પહોંચાડતા પહેલા બ્લોક કરે છે. આવી સ્થિતીમાં ટિપ્ટોફનની વધી ગયેલી માત્રાથી સેરોટોનિનનુ નિર્માણ થાય છે. જે ઉંઘ પ્રવૃતિને વધારે છે. કેળામાં પાઇબર પેક્ટિનનુ પ્રમાણ હોય છે. જે આંતરડામાંથી પાણીને ખેંચે છે.

આવી સ્થિતીમાં ભરપુર પ્રમાણમાં પાણી ન પીવાની સ્થિતીમાં કબજીયાતની ફરિયાદ રહે છે. કેળાના વધારે ઉપયોગથી ટુથ ડિકે સૌથી વઘારે થાય છે. તેના ખાવાથી બનનાર એસિડ દાંતના ઇનેમલને ખરાબ કરવા લાગી જાય છે. આના કારણે દાંતના ક્ષારણ અથવા તો ટુથ ડીકેની સમસ્યા ઉભી થવા લાગી જાય છે. કેળાને લઇને કેટલાક અભ્યાસ કરવામાં આવ્યા છે. જેના તારણ જુદા જુદા છે.